હવે તો ભજીયામાં પણ ફેશન આવી ગઈ ! ‘ચપ્પલ પકોડા’ ખાધા છે ? જો ના તો આ તમારા માટે જ છે – જુઓ Video
ચોમાસાની ઋતુમાં ગરમાગરમ ચા અને પકોડા મળે તો વરસાદની મજા બમણી થઈ જાય છે. બહાર ભારે વરસાદ પડતો હોય અને અંદર ગરમા ગરમ ચા અને ક્રિસ્પી પકોડા હોય તો મન તરોતાજા થઈ જાય છે. એવામાં ચાલો જાણીએ કે, આ ચપ્પલ પકોડાનું રહસ્ય શું છે.

ભારતમાં મોટાભાગના લોકો ચા સાથે પકોડા ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો ડુંગળીના પકોડા ખાય છે, તો કેટલાક કોબીના પકોડા ખાવાનું પસંદ કરે છે. આટલું જ નહી કેટલાક લોકોને તો મરચાના પકોડા ગમે છે, જ્યારે કેટલાક લોકોને બ્રેડ પકોડા ગમે છે.
ચપ્પલ પકોડા જોઈને યુઝર્સ ચોંકી ગયા
આજે આપણે જે પકોડાની વાત કરી રહ્યા છે તે અલગ જ પ્રકારના પકોડા છે. વાત એમ છે કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ ચોંકી ગયા છે અને અવનવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.
View this post on Instagram
મીડિયા સૂત્રોથી જાણવા મળ્યું છે કે, આ વાયરલ વીડિયો મલેશિયાનો છે, જ્યાં ચપ્પલ પકોડા બનાવવામાં આવી રહ્યા છે. મલેશિયાનું સ્ટ્રીટ ફૂડ એની અનોખી શૈલી માટે જાણીતું છે, જે ચીની, ભારતીય અને અન્ય સંસ્કૃતિઓના મિશ્રણથી ઊભું થયું છે.
અહીંના સ્થાનિક લોકો ચપ્પલ પકોડાને “કૈરી પપિયા” અથવા “કરી પફ” તરીકે ઓળખે છે. જણાવી દઈએ કે, આ એક નાસ્તો છે જે તેના અનોખા આકાર અને અદ્ભુત સ્વાદ માટે પ્રખ્યાત છે. શેફ દ્વારા ચપ્પલના આકારમાં આ પકોડા બનાવવામાં આવે છે.
પકોડામાં શું-શું હોય છે?
આ પકોડામાં ચિકન, મટન, બટાકા, ડુંગળી અને અન્ય મસાલા ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તેને ગૂંથેલા લોટમાં લપેટીને ઉકળતા તેલમાં તળવામાં આવે છે, જે તેને બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ મસાલેદાર બનાવે છે.
અહીંના લોકો પકોડા બનાવતી વખતે આકાર પર ઓછું ધ્યાન આપે છે પણ હા, તેના સ્વાદ અને બનાવવાની પદ્ધતિ પર તે લોકો વધુ ધ્યાન આપે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો આ પકોડાને ખૂબ જ સ્વાદથી ખાઈ રહ્યા છે.