તળાવમાં પૂલ પાર્ટી કરતા જોવા મળ્યા ટાઈગર, હ્રદય સ્પર્શી Video ઈન્ટરનેટ પર Viral

|

Aug 11, 2022 | 9:17 AM

હવે જે વીડિયો વાઈરલ (Viral Video)થઈ રહ્યો છે તે થોડો અલગ છે કારણ કે અહીં વાઘનું એક ગ્રુપ તળાવમાં આનંદ માણતા જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે એક તળાવમાં ચાર વાઘ શાંતિથી બેઠા છે.

તળાવમાં પૂલ પાર્ટી કરતા જોવા મળ્યા ટાઈગર, હ્રદય સ્પર્શી Video ઈન્ટરનેટ પર Viral
Tiger Viral Video
Image Credit source: Twitter

Follow us on

ઈન્ટરનેટ જગતમાં પ્રાણીઓને લગતા વીડિયો યુઝર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે વાઘ (Tiger Viral Video)ની વાત આવે તો તેની વાત જ અલગ છે. ક્યારેક તેઓ જંગલની અંદર શિકાર કરતા જોવા મળે છે, જ્યારે ઘણી વખત તેઓ તેમના સ્થાન માટે અન્ય હિંસક પ્રાણીઓ સાથે લડતા જોવા મળે છે. પરંતુ હવે જે વીડિયો વાઈરલ (Viral Video)થઈ રહ્યો છે તે થોડો અલગ છે કારણ કે અહીં વાઘનું એક ગ્રુપ તળાવમાં આનંદ માણતા જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક તળાવમાં ચાર વાઘ શાંતિથી બેઠા છે, જેમાં એક વાઘ બેસવા માટે સારી જગ્યા શોધી રહ્યો છે. પછી તે પોતાના પંજા પથ્થર પર રાખીને તળાવની વચ્ચે બેસી જાય છે. એવું લાગે છે કે ચારેય શિકારની ધમાલથી ખૂબ થાકી ગયા છે અને આ રીતે બેસીને તેમના શરીરને આરામ કરવા માંગે છે. આ દરમિયાન, એક વાઘ જંગલ તરફ ચાલે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ વીડિયો ભારતીય વન અધિકારી સુશાંત નંદાએ શેર કર્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 40 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને તેમના પ્રતિભાવો આપવામાં આવી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરી અને લખ્યું, ‘આ આગામી યુદ્ધ પહેલાનો આરામ છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘તે ખરેખર તેમની પૂલ પાર્ટી ખૂબ જ શાનદાર છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘આલ્કોહોલ વિના પૂલ પાર્ટી જેમાં માત્ર નોન વેજ પીરસવામાં આવે છે.

આપની જાણકારી માટે તમને જણાવી દઈએ કે વાઘ વિશ્વના સૌથી ખતરનાક પ્રાણીઓમાંથી એક છે, જેને ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી પણ કહેવામાં આવે છે. જો કે વાઘની ઘણી પ્રજાતિઓ છે, પરંતુ ભારતમાં જોવા મળતી પ્રજાતિને રોયલ બંગાળ ટાઇગર તરીકે ઓળખવામાં આવે છે. ભારત ઉપરાંત નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે. જો કે આજકાલ વિશ્વમાં વાઘની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ તેમની વસ્તી વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Next Article