યાત્રિકો નહીં પણ આ વખતે તો મેટ્રોના કર્મચારીઓએ જ મેટ્રોમાં કર્યો જબરદસ્ત ડાન્સ, VIDEO VIRAL
ઝડપથી બધાનું ધ્યાન ખેંચી રહેલો આ વીડિયો કોચી મેટ્રોનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં મેટ્રોના કેટલાક સ્ટાફ ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળે છે.

છેલ્લા કેટલાક સમયથી મેટ્રોની અંદરના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ક્યારેક મુસાફરો તો ક્યારેક ખુદ ફિલ્મ સ્ટાર્સ આવીને ડાન્સ કરે છે અને અન્ય મુસાફરોને તેની ધુન પર નાચવા મજબુર કરી દે છે. ત્યારે આવા વીડિયો યુઝર્સ જોવાનું અને શેર કરવાનું પસંદ કરે છે.
તમને જણાવી દઈએ તો મેટ્રોમાં લોકો અલગ અલગ અખરતરા કરતા હોય છે ક્યારેક કોઈ મેટ્રોની અંદર સ્નાન કરે છે, તો ક્યારેક ડાન્સ કરે છે અને તે પછી તે વીડિયો વાયરલ થાય છે. તે જ સમયે, કેટલાક વીડિયો એવા છે જેમાં લોકો વાંધાજનક સ્થિતિમાં પણ જોવા મળ્યા છે. આમાંથી મોટાભાગના વીડિયો દિલ્હી મેટ્રોના છે. હાલમાં જ ઈન્ટરનેટ પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મેટ્રોમાં મેટ્રોના જ કેટલાક કર્મચારીઓ પોતે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
મેટ્રોમાં મેટ્રોના કર્મચારીઓએ કર્યો ડાન્સ
મેટ્રોમાં મુસાફરો અને સ્ટાર્સને ડાન્સ કરતા જોયા પછી તમે વિચારી પણ નહી શકો કે હવે મેટ્રોના કર્મચારીઓ પણ તેમાં ડાન્સ કરીને ટ્રેન્ડ થવા લાગ્યા છે. કર્મચારીઓ ગીતની ધુન પર કમર ઠુમકાવી જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ઝડપથી બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયો કોચી મેટ્રોનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં મેટ્રોના કેટલાક સ્ટાફ ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કોચી મેટ્રોના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમે ક્યારેય ટ્રેન્ડ મિસ કરતા નથી.’ કેપ્શનની સાથે કેટલાક હેશટેગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ડાન્સનો વીડિયો થયો વાયરલ
વીડિયોની શરૂઆતમાં કોચી મેટ્રો સ્ટાફના યુનિફોર્મમાં એક મહિલા અદભુત ડાન્સ કરતી જોવા મળે છે. આ દરમિયાન સ્ટાફમાંથી એક યુવક મેટ્રોની અંદરથી સ્ટાઈલમાં બહાર આવે છે અને મહિલા સાથે લયમાં ડાન્સ કરવા લાગે છે. બેકગ્રાઉન્ડમાં તમિલ ફિલ્મ ‘દસરા’નું ‘મેનારુ વેટ્ટી કટ્ટી’ ગીત વાગી રહ્યું છે, જેના પર બંને એકસાથે ડાન્સ કરી રહ્યાં છે. 13 એપ્રિલે શેર કરાયેલા આ વાયરલ વીડિયોને જોયા બાદ યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.