AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravan 2021: કાશી નગરીમાં ભૂલથી પણ ન કરતા આ પાપ ! નહીંતર બનવું પડશે મહાદેવના કોપનો ભોગ !

અન્યત્ર કરેલું પાપ કાશીમાં નષ્ટ થાય છે. પણ કાશીમાં કરાયેલું પાપ કરોડો કલ્પોમાં પણ શુદ્ધ નથી થતું. જો આવા પાપીનું મૃત્યુ કાશીમાં જ થાય તો તેને ત્રીસ હજાર વર્ષો સુધી પિશાચ યોનિમાં રહેવું પડે છે.

Shravan 2021: કાશી નગરીમાં ભૂલથી પણ ન કરતા આ પાપ ! નહીંતર બનવું પડશે મહાદેવના કોપનો ભોગ !
કાશીમાં શિવજી સ્વયં ભક્તને કરાવે છે મોક્ષની પ્રાપ્તિ
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 25, 2021 | 1:49 PM
Share

લેખકઃ પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી

સ્કંદપુરાણમાં કાશીખંડના (Kashi Khand) ઉત્તરાર્ધમાં ભગવાન શંકર અને કાશીના બ્રાહ્મણો વચ્ચેનો સંવાદ છે. જેમાં સ્વયં મહાદેવે કાશી નગરીના માહાત્મયને વર્ણવ્યું છે. શિવજી સ્વયં જણાવે છે કે તે કેવી રીતે આ ભૂમિ પર ભક્તને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. તો, સાથે જ ચેતવે પણ છે કે આ પવિત્ર ભૂમિ પર પાપકર્મ કરવાથી કેવી યાતનાઓ ભોગવવી પડી શકે છે. આવો, આજે તે સંદર્ભમાં જ વાત કરીએ.

સ્કંદપુરાણના કાશીખંડમાં ઉલ્લેખ છે તે અનુસાર મહાદેવે પ્રસન્ન થઈ કાશીના બ્રાહ્મણોને તેમનું ઈચ્છિત વરદાન આપ્યું અને સાથે જ કહ્યું કે, “તમને બધા બ્રાહ્મણોને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થશે. મુક્તિની ઈચ્છા રાખનાર મનુષ્યોએ શિવલિંગનું પૂજન, ગંગાનું સેવન, દાન દયા તથા ઈન્દ્રિય સંયમ કરવા જોઈએ. આ ક્ષેત્રમાં નિવાસ કરનારા માટે આ જ એક રહસ્યની વાત છે.”

વિજયની ઈચ્છા રાખનાર મનુષ્યે આ ક્ષેત્રમાં ક્યારેય મનથી પણ પાપ ન કરવું. કારણ કે, અહીં કરાયેલું પુણ્ય કે પાપ અક્ષય હોય છે. અન્યત્ર કરેલું પાપ કાશીમાં નષ્ટ થાય છે. પણ અંતગૃહમાં કરાયેલું પાપ “પિશાચ્ય નરક”ની પ્રાપ્તિ કરાવે છે. કાશીમાં કરાયેલું પાપ કરોડો કલ્પોમાં પણ શુદ્ધ નથી થતું. જો આવા પાપીનું મૃત્યુ કાશીમાં જ થાય તો તેને ત્રીસ હજાર વર્ષો સુધી પિશાચ યોનિમાં રહેવું પડે છે અને “રુદ્ર પિશાચ” થઈને રહે છે. ત્યાર પછી ત્યાં રહેતા-રહેતા તેને ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તે જ્ઞાનથી તેને ઉત્તમ મોક્ષ પ્રાપ્ત થાય છે.

શિવજી બ્રાહ્મણોને કહે છે કે, “આ ક્ષેત્રમાં કોઈ વ્યક્તિના પ્રાણ નીકળે ત્યારે હું સ્વયં જ જીવને તારક બ્રહ્મનો ઉપદેશ આપું છું. જેથી તે જીવ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. મારામાં ચિત્ત રાખનારા અને બધા કર્મો મને સમર્પિત કરનારા મારા ભક્ત અહીં જેવી રીતે મોક્ષ પામે છે તેવું બીજે ક્યાંય મોક્ષ પામતા નથી. દેહધારી જીવનું મૃત્યુ નિશ્ચિત છે. દરેક વસ્તુ એક ને એક દિવસ ચાલી જનારી છે. જે પોતાના ન્યાય પૂર્વક કમાયેલા ધનથી એક પણ કાશીવાસી પુરુષને તૃપ્ત કરે છે, તેને મારા સહિત ત્રણેય લોકને પ્રાપ્ત કરી લીધું ગણાશે.

જે મનુષ્ય પૃથ્વીના અંતમાં રહીને પણ મારા ‘અવિમુક્ત’ નામક લિંગનું સ્મરણ કરે છે તેઓ મોટા મોટા પાપથી મુક્ત થઈ જાય છે. મારા આ ક્ષેત્રમાં જેણે પણ મારા દર્શન, સ્પર્શ અને પૂજન કર્યા છે, તે “તારકજ્ઞાન” પ્રાપ્ત કરીને ફરીથી આ સંસારમાં જન્મ લેતો નથી.”

આ પણ વાંચોઃ બ્રાહ્મણોની ‘કાશી’ ભક્તિથી પ્રસન્ન થઈ મહેશ્વરે શું દીધું વરદાન ? જાણો કાશીની અદકેરી મહત્તાનું રહસ્ય આ પણ વાંચોઃ વિષ્ણુભક્ત રાજા હિમવાને શા માટે કરી શૈલેશ્વર શિવલિંગની સ્થાપના ? જાણો સૌથી દિવ્ય શિવલિંગનો મહિમા

g clip-path="url(#clip0_868_265)">