Shravan-2021 : વિષ્ણુભક્ત રાજા હિમવાને શા માટે કરી શૈલેશ્વર શિવલિંગની સ્થાપના ? જાણો સૌથી દિવ્ય શિવલિંગનો મહિમા

હિમવાનની આજ્ઞા પ્રમાણે સેવકોએ એક જ રાતમાં શિવાલય બાંધી દીધું. ગિરિરાજ હિમવાને તેમાં ચન્દ્રકાન્ત મણિનું બનેલું શૈલેશ્વર નામનું શિવલિંગ સ્થાપ્યું. તે પરમ પવિત્ર શિવલિંગની આભાથી આખો મંડપ ઝળહળી ઉઠ્યો.

Shravan-2021 : વિષ્ણુભક્ત રાજા હિમવાને શા માટે કરી શૈલેશ્વર શિવલિંગની સ્થાપના ? જાણો સૌથી દિવ્ય શિવલિંગનો મહિમા
હિમવાને સ્વહસ્તે કરી શૈલેશ્વર મહાદેવની સ્થાપના
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 21, 2021 | 1:54 PM

લેખકઃ પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી

પર્વતરાજ હિમવાને કાશીમાં શૈલેશ્વર (shaileshwar) લિંગની પ્રતિષ્ઠા કરી તેનો વિસ્તૃત ઉલ્લેખ સ્કંદપુરાણમાં કાશીખંડના (kashi khand) ઉત્તરાર્ધમાં કરવામાં આવ્યો છે. તે મુજબ હિમવાન અને મેનાની પુત્રી ગૌરીના લગ્ન ભગવાન શંકર સાથે થયા પછી ઘણો સમય પસાર થવા છતાં તેના કોઈ સમાચાર કે માહિતી ન મળતાં હિમવાન સ્વયં પોતાની પુત્રીને શોધવા રત્ન અને વસ્ત્રો લઈને શુભ ચોઘડિયામાં પ્રસ્થાન કરે છે. ખુબ દૂર ગયા પછી મણિઓની જ્યોતથી પ્રકાશિત કાશી નગરીમાં પ્રવેશ કરે છે. ત્યાં તેમણે એક વટેમાર્ગુને જોયો અને તેને ઉભો રાખી આ નગરી વિષે પૂછપરછ કરી અને તે દ્વારા જાણ્યું કે ભગવાન શંકર આ નગરના સ્વામી છે અને આ જગતના અધિષ્ઠાતા પણ તેઓ જ છે.

પછી વટેમાર્ગુએ હિમવાનને જણાવ્યું કે અત્યારે ભગવાન શંકર પાર્વતીજી સહિત કાશીના જ્યેષ્ઠેશ્વર સ્થાનમાં રહે છે. તેમના માટે વિશ્વકર્મા દ્વારા વિશાળ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તેની દિવાલો રત્નો અને મણિથી બનાવાયેલી છે. તેમાં એકસો બાર થાંભલા છે અને દરેક થાંભલો સુર્ય જેવો તેજસ્વી છે.

પર્વતરાજ પોતાના જમાઈની સમૃદ્ધિનું વર્ણન સાંભળીને હતપ્રભ થઈ ગયા. તેમણે વિચાર્યું કે મારી દિકરી જમાઈ પાસે જગતનો સર્વ વૈભવ છે અને હું જે ભેટમાં લઈ જઉં છું તે તો તેમની સમૃદ્ધિ આગળ કોઈ વિસાતમાં નથી. માટે હું અત્યારે તેમના દર્શન નહીં કરું. તેમ વિચારી પોતાના પર્વતીય અનુચરોને આજ્ઞા કરે છે કે તમે બધા ભેગા મળીને સવાર પડે તે પહેલાં એક ઉત્તમ શિવાલયનું નિર્માણ કરો અને સેવકોએ આજ્ઞા પ્રમાણે શિવાલય બાંધી દીધું. ગિરિરાજ હિમવાને તેમાં ચન્દ્રકાન્ત મણિનું બનેલું શૈલેશ્વર નામનું શિવલિંગ સ્થાપ્યું. તે પરમ પવિત્ર શિવલિંગની આભાથી આખો મંડપ ઝળહળી ઉઠ્યો. સૂર્યોદય થતાં જ પર્વતરાજે પંચનંદ કુંડમાં સ્નાન કર્યું અને કાળરાજ ભૈરવને નમસ્કાર અને પૂજન કરીને સાથે લાવેલા રત્નો અને વસ્ત્રો ત્યાં જ મૂકીને પાછાં ફર્યાં.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ત્યારપછી હુંડન અને મુંડન નામના બે શિવગણોએ આ સુંદર દેવાલયને જોયું. તેઓ ખુશ થઈ ગયા અને શિવજીને તેની જાણકારી આપી. શિવજીએ પોતાના ગણો પાસેથી જાણ્યું કે ત્યાં પહેલાં કોઈ મંદિર ન હતું. પણ આપના કોઈ સુદ્રઢ ભક્તે અત્યંત સુંદર મંદિર વરણા નદીના તટ પર બનાવ્યું છે. આ સાંભળી શિવજીએ પાર્વતીજીને તે મંદિર જોવા માટે જણાવ્યું.

ભગવાન ઉમાપતિ સહિત બધા ત્યાં ગયા અને વરણા તટે બંધાયેલું મંદિર જોઈને ખુશ થઈ ગયા. શિવજીને આશ્ચર્ય થયું કે આટલું સુંદર મંદિર કોણે બનાવ્યું હશે ? તરત જ તેમના મનમાં મંદિર નિર્માણ કરનારની છબી અંકિત થઈ અને તેને મનોમન જોઈને પાર્વતીજી ખુશ થયા અને આ શ્રેષ્ઠ લિંગ-વિગ્રહમાં નિરંતર સ્થિર રહેવા માટે શિવજીને ચરણોમાં પ્રણામ કરી પ્રાર્થના કરી.

શિવજીએ પાર્વતીજીને જણાવ્યું કે “જે મનુષ્ય વરણાના જળમાં સ્નાન કરીને, શૈલેશ્વર શિવની પૂજા કરશે અને પિતૃ તર્પણ કરીને પ્રસન્નતા પૂર્વક પોતાની શક્તિ અનુસાર દાન કરશે તે આ સંસારમાં પુનઃ જન્મ લેશે નહીં. શૈલેશ્વર નામના આ લિંગમાં હું સદાય વાસ કરીશ. જે મનુષ્ય આ લિંગનું પૂજન કરશે તે મનુષ્યને હું પરમ મોક્ષ પ્રદાન કરીશ.”

આ પણ વાંચો : ભયંકર મુશ્કેલીના સમયમાં કરો કાશીના આ શિવલિંગોના નામનું ઉચ્ચારણ, સર્વ દુઃખને હરી લેશે મહાદેવ !

આ પણ વાંચો : ‘હરિ’ના પરમ ભક્તે અહીં કરી ‘હર’ની સ્થાપના ! જાણો, સુરતના કર્મનાથ મહાદેવનો મહિમા

g clip-path="url(#clip0_868_265)">