આ ટેબલેટ નથી, લગ્નની કંકોત્રી છે ! સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અનોખી લગ્ન કંકોત્રી

આ કોઈ ટેબલેટની સ્ટ્રીપ નથી, તે એક લગ્નની કંકોત્રી છે. ચાલો જાણીએ આ વાયરલ થયેલી અનોખી કંકોત્રી (Viral Wedding Card) વિશે

આ ટેબલેટ નથી, લગ્નની કંકોત્રી છે ! સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અનોખી લગ્ન કંકોત્રી
viral wedding cardImage Credit source: tv9 gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 6:33 AM

Viral News : ભારત પાસે ટેલેન્ટની અછત નથી. આ વાતની સાબિતી તમને આ વાયરલ થયેલો ફોટો આપે છે. આ વાયરલ ફોટો જોઈ તમને વડાપ્રધાન મોદીનો એ ફેમસ ડાયલોગ યાદ આવશે, ” કિતને તેજસ્વી લોગ હૈ હમારે યહા”. આ વાયરલ થયેલો ફોટો તમને પહેલી નજરે એક દવા કે ટેબલેટની સ્ટ્રીપ લાગશે. પણ જો તમે તેના પર લખેલી માહિતીને વાચશો તો તમે આશ્વર્યચકિત થઈ જશો. આ કોઈ ટેબલેટની સ્ટ્રીપ નથી, તે એક લગ્નની કંકોત્રી છે. ચાલો જાણીએ આ વાયરલ થયેલી અનોખી કંકોત્રી (Viral Wedding Card) વિશે.

લગ્નની કંકોત્રી સંબંધીઓને આપવાનો રીવાજ આપણે ત્યા વર્ષોથી ચાલે છે. સામાન્ય રીતે આપણા દરેકના ઘરે જે કંકોત્રી આવતી હોય છે. તેમા એક જેવા જ શબ્દો હોય છે. કેટલીક વાર તો નામ, સરનામા અને તારીખ બદલી છે તેવો વિચાર આવે છે. ભાગ્યે જ કોઈ કંકોત્રી અનોખી લાગે છે. વાયરલ થયેલી લગ્નની કંકોત્રી આવી જ અનોખી છે.આ વાયરલ કંકોત્રી જોઈ લોકોને એજ સવાલ થઈ રહ્યો છે કે, વાયરલ થયેલી કંકોત્રી બનાવવા પાછળ મગજ કોનું હશે ? આ કંકોત્રી બનાવવા પાછળ વરરાજાની ક્રિએટિવીટી છે કે દુલ્હનની એ જાણવા નથી મળ્યુ પણ જેણે આ ક્રિએટિવીટી બતાવી છે તેને સલામ છે. તમે પણ જુઓ અનોખી વાયરલ કંકોત્રી, તમે પણ આશ્વર્યચકિત થઈ જશો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ રહ્યો એ વાયરલ લગ્નની કંકોત્રી

આ અનોખી અને વાયરલ થયેલી લગ્નની કંકોત્રી તમિલનાડુની છે. આ લગ્નની કંકોત્રી પર લખેલા સરનામા પરથી આ જાણવા મળે છે. આ લગ્નના વરરાજાનું નામ Ezhilarasan અને દુલ્હનું નામ Vasanthakumari છે. આ અનોખી લગ્નની કંકોત્રીમાં લગ્નની તારીખ અને સમય જમણી તરફ જોવા મળે છે. તારીખ 05 સપ્ટેમ્બર, સમય સવારે 6.15 થી 7.15 વચ્ચે. 04 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે પછી ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ છે. તે 05 સપ્ટેમ્બરના રોજ ક્યા ખાસ દિવસ છે તે લાલ રંગના એક બોક્સમાં જોવા મળે છે. તેની નીચે વરરાજા અને દુલ્હનના માતા -પિતાનું નામ અનોખી રીતે રજૂ કરવામાં આવ્યુ છે. ડાબી તરફ વરરાજા અને દુલ્હનના ભણતરની માહિતી પણ આપવામાં આવી છે. એક ચેતવણી આપતા એવુ પણ લખવામાં આવ્યુ છે કે , મિત્રો અને સંબંધીઓ અમારા લગ્નમાં આવવાનું ચૂકશો નહીં.

આમ આ ટેબલેટ જેવું દેખાતુ અને અનોખી રીતે લખેલી લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા યુઝરને ખુબ પસંદ આવી છે. લોકો આ ફોટો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ખરેખર આવી અનોખી લગ્નની કંકોત્રી ભાગ્યે જ પહેલા કોઈએ જોઈ હશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">