Viral: ગૂગલ મેપ્સએ દરિયા કિનારે કેપ્ચર કરી ચોંકાવનારી તસ્વીર, યુઝર્સે આ રીતે કર્યું રિએક્ટ

|

Jan 24, 2022 | 1:21 PM

આ વાયરલ ફોટો દરિયા કિનારે પાડવામાં આવેલો હતો. પરંતુ એક આશ્ચર્યજનક વાત એ છે કે આ તસવીરમાં કોઈ વ્યક્તિ નથી માત્ર તેના ચપ્પલ અને પગ જ દેખાય છે. આ જોઈને બધાને નવાઈ લાગી રહી છે.

Viral: ગૂગલ મેપ્સએ દરિયા કિનારે કેપ્ચર કરી ચોંકાવનારી તસ્વીર, યુઝર્સે આ રીતે કર્યું રિએક્ટ
Image Credit: Reddit-u/helloalola

Follow us on

ગૂગલ મેપ્સ (Google Maps) પણ અદ્ભુત છે, તેની મદદથી લોકો તેમના ડેસ્ટિનેશન સુધી પહોંચે છે. આ રીતે, ગૂગલ મેપ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ આ સમયે ગૂગલ મેપ એવી વસ્તુઓને કારણે ચર્ચામાં રહ્યું છે, જેના વિશે લોકોએ વિચાર્યું પણ નહીં હોય. હાલ સોશિયલ મીડિયા (Social Media) સાઇટ Reddit પર એક વ્યક્તિ દ્વારા અપલોડ કરાયેલી તસવીર (Viral Photos) ચર્ચામાં છે. વ્યક્તિએ આ ફોટો ગૂગલ મેપ્સ દ્વારા કેપ્ચર કર્યો હતો. જ્યારે લોકોએ આ ફોટો જોયો ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો.

ગૂગલ મેપનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે તસવીરમાં માત્ર અડધા પગ અને ચપ્પલ દરિયા કિનારે ચાલતા જોવા મળ્યા હતા. આ વાયરલ ફોટો દરિયા કિનારેનો હતો. પરંતુ એક આશ્ચર્યજનક વાત એ છે કે આ તસવીરમાં કોઈ વ્યક્તિ નથી માત્ર તેના ચપ્પલ અને પગ જ દેખાય છે. આ જોઈને બધાને નવાઈ લાગી રહી છે. આવી સ્થિતિમાં જેણે પણ આ વાયરલ તસવીર જોઈ તે દંગ રહી ગયા. જેના કારણે આ ઘટના સોશિયલ મીડિયા પર પણ છવાયેલી રહી હતી.

Reddit વપરાશકર્તા ‘u/helloalola’ એ આ ચિત્ર કેપ્ચર કર્યું છે. આ તસવીરમાં માનવ શરીર ગાયબ જોવા મળે છે અને માત્ર ચપ્પલ પહેરેલા પગ દેખાય છે. આ તસવીર જોઈને લોકોએ પોસ્ટ પર ફની કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા લોકોએ લખ્યું કે એવું લાગે છે કે માત્ર પગ બીચ પર રજા માટે આવ્યા હતા. એકે લખ્યું કે તે કોઈ પણ હોય, ચોક્કસ તેની પાસે હવે પગ નથી. આ સિવાય બીજા ઘણા લોકોએ તસવીર પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા નોંધાવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો: Viral: સાઈકલ કમ સ્કૂટીના આ મહાજૂગાડને જોઈ લોકો બોલ્યા ‘આ કળાનો કોઈ તોડ નથી’

આ પણ વાંચો: જીભ પર વાળ કેમ ઉગ્યા અને તેનો રંગ કેમ બદલાઈ ગયો, અમેરિકી મહિલાએ જણાવી પોતાની આપવીતી

Next Article