AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: સાઈકલ કમ સ્કૂટીના આ મહાજૂગાડને જોઈ લોકો બોલ્યા ‘આ કળાનો કોઈ તોડ નથી’

જુગાડનો એક ફની વીડિયો સોશિયલ મીડિયાની દુનિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ પોતાની સાઇકલને સ્કૂટીમાં કન્વર્ટ કરી છે, જે સાઇકલની જેમ ચાલે છે.

Viral: સાઈકલ કમ સ્કૂટીના આ મહાજૂગાડને જોઈ લોકો બોલ્યા 'આ કળાનો કોઈ તોડ નથી'
Man Make Bicycle (Image: Snap From Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 10:48 AM
Share

ઘણી વખત લોકો જુગાડ (Jugaad) દ્વારા એવી વસ્તુ બનાવે છે, જેને જોઈને કોઈ ભણેલો એન્જિનિયર પણ માથુ ખંજવાળવા લાગે. કામને વધુ સરળ બનાવવા માટે લોકો જુગાડની પદ્ધતિ અપનાવવાનું પસંદ કરે છે અથવા એમ કહો કે ભારતીય લોકોને જુગાડની મહારથ હાસલ છે. દરેક કામ માટે લોકો જુગાડની પદ્ધતિ વધુ અપનાવે છે. ક્યારેક જુગાડથી અશક્ય કામ પણ શક્ય બની જાય છે. અમે તમને એવું જ એક ઉદાહરણ બતાવવા જઈ રહ્યા છીએ. અમે તમને એવા જ એક વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અત્યારે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આપણે બધા જાણીએ છીએ કે આ સમયે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે, તેથી લોકો તેમના વાહનોને રસ્તા પર લઈ જતા પહેલા વિચાર કરે છે. લોકોમાં વધી રહેલી આ ચિંતા વચ્ચે એક યુવકે પોતાની સ્કૂટીમાં કેટલાક એવા બદલાવ કર્યા કે તે હવે ચર્ચામાં આવી ગયો છે. આ વીડિયો ચર્ચામાં આવ્યા બાદ દેશી જુગાડથી બનેલી આ સ્કૂટી ઘણી ખાસ બની ગઈ છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિએ સાઈકલનો આગળનો ભાગ સ્કૂટીમાં બદલી નાખ્યો હતો. સ્કુટીના ટાયર લગાવવામાં આવ્યા હતા. આગળનો લુક પણ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. પહેલી નજરે તો એવું લાગે છે કે શું સરસ સ્કૂટી છે? પરંતુ, વીડિયો જેમ જેમ આગળ વધી રહ્યો છે, લોકો તેના પર હસી રહ્યા છે કારણ કે તે વ્યક્તિએ તેની સ્કૂટીને સાઈકલ બનાવી દીધી છે. જે અડધી સ્કૂટી અને અડધી સાયકલ છે. કહેવાનો અર્થ એ છે કે તે સાઈકલની જેમ ચાલે છે અને સ્કૂટી જેવી દેખાય છે.

જુગાડનો આ વીડિયો યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, ‘જેણે પણ આ સાયકલ ડિઝાઇન કરી છે તેને 21-તોપની સલામી મળવી જોઈએ.’ જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે ખરેખર! આ જુગાડ જોઈને મારું માથું ભમી ગયું છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે દેશને આવી બાઈકની જરૂર છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘fun_life_4’ નામથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો: Aadhaar Verification: તમારૂ આધાર કાર્ડ અસલી છે કે નકલી? માત્ર ચાર સ્ટેપ્સમાં આ રીતે કરો વેરિફાઈ

આ પણ વાંચો: Viral: ઠંડીથી બચવા શખ્સે કારમાં જ લગાવી આગ, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘ભારતમાં જ આ શક્ય છે’

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">