આને કહેવાય નસીબ ! અચાનક માછીમારોના જાળમાં ફસાઇ એક માછલી, માર્કેટમાં જઇને વેચી તો થઇ ગયા માલામાલ
આ માછલી ઔષધીય મૂલ્ય ધરાવે છે. એવું કહેવાય છે કે માછલીના પેટમાં કેટલાક મૂલ્યવાન સંસાધનો હોય છે, જે તેને આટલું મોંઘુ બનાવે છે. આ માછલીના બ્લબરની વિદેશી બજારોમાં ખૂબ માંગ છે,

પશ્ચિમ બંગાળના 24 પરગણામાં સુંદરબન નદીમાં લગભગ 7 ફૂટ લંબાઈ અને 78.4 કિલો વજનની વિશાળ ‘તેલિયા ભોલા’ માછલી પકડીને 5 માછીમારોની ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. માછીમારોએ પોતાની જાળમાં માછલીઓ ફસાઈ અને તેને બહાર કાઢતાં જ આટલી મોટી માછલી પકડાઈ ગઈ. આ માછલી સામાન્ય રીતે માણસની સામાન્ય ઊંચાઈ કરતાં વધુ ઊંચી હોય છે. માછલી પકડાયા બાદ આસપાસના સ્થાનિક લોકો આ વિશાળ દુર્લભ માછલીને જોવા માટે એકઠા થઈ ગયા હતા.
લાખોમાં છે કિંમત
બાદમાં આ વિશાળ માછલીને હરાજી માટે કેનિંગ માર્કેટમાં લાવવામાં આવી હતી. એક માછીમારે જણાવ્યું કે આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી માછલીને હરાજી માટે બજારમાં લાવવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, માછલીની હરાજી 36,53,605 રૂપિયામાં કરવામાં આવી હતી અને તેને કોલકાતા સ્થિત ફિશ ટ્રેડિંગ કંપની KMPએ ખરીદી હતી.
કેનિંગ બજારના માછલીના વેપારી પ્રભાત મંડલે ધ જણાવ્યું હતું કે અમે આ માર્કેટમાં આટલી મોટી માછલી ક્યારેય જોઈ નથી. હરાજીમાં માછલી 47,880 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી, પરંતુ આટલી મોટી કિંમત પ્રથમ વખત વસૂલવામાં આવી છે.
તેલિયા ભોલા માછલી કેવી હોય છે ?
માછીમારોના જણાવ્યા મુજબ, વિશાળ માછલી, જેને બોલચાલમાં ‘તેલિયા ભોલા’ તરીકે ઓળખવામાં આવે છે. આ માછલી ઔષધીય મૂલ્ય ધરાવે છે. એવું કહેવાય છે કે માછલીના પેટમાં કેટલાક મૂલ્યવાન સંસાધનો હોય છે, જે તેને આટલું મોંઘુ બનાવે છે. આ માછલીના બ્લબરની વિદેશી બજારોમાં ખૂબ માંગ છે, અને દવાઓના ઉત્પાદનમાં ઉપયોગ માટે નિકાસ કરવામાં આવે છે.
આ પણ વાંચો –
Vaccination campaign: હવે ઘરે ઘરે પહોચશે કોરોના રસી, સરકારે બનાવ્યો ‘હર ઘર દસ્તક’ પ્લાન, 2 નવેમ્બરે અભિયાન શરૂ કરવા સૂચન
આ પણ વાંચો –
ગોકળગાયની ગતિએ સાની ડેમનું કામ થતા ખેડૂતોમાં રોષ, 3 પાલિકા અને 110 ગામોના પાણીનો આધાર છે આ ડેમ
આ પણ વાંચો –