આ મહિલાએ તેના પૌત્રની ઉંમરના છોકરા સાથે લાઇવ સ્ટ્રીમ કરીને કર્યા લગ્ન, બંનેએ હોટલમાંથી વીડિયો પણ શેયર કર્યો

બંને વચ્ચે રોમાન્સની શરૂઆત ગત વર્ષે જ થઇ ગઇ હતી. પરંતુ આ કપલ એકબીજાને 2012 થી ઓળખે છે. બંનેની પહેલી મુલાકાતના સમયે કુરાન 15 વર્ષનો હતો અને ચેરિલના દિકરાના રેસ્ટોરંટમાં કામ કરતો હતો.

આ મહિલાએ તેના પૌત્રની ઉંમરના છોકરા સાથે લાઇવ સ્ટ્રીમ કરીને કર્યા લગ્ન, બંનેએ હોટલમાંથી વીડિયો પણ શેયર કર્યો
The woman married a boy 37 years younger than her

કહેવાય છે ને કે પ્રેમમાં પાગલ બે લોકોને પોતાના સિવાય દુનિયા દેખાતી નથી. પ્રેમમાં લોકો ઘણી વાર એવું પણ કઇંક કરી જાય છે કે જેને જોઇને દુનિયા ચોંકી જાય. હાલમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. તમે ઘણા નાની ઉંમરના છોકરા છોકરીને તેમનાથી મોટી ઉંમરના પાત્ર સાથે લગ્ન કરતા જોયા હશે પણ આ કપલે તો ઉંમરનો બાંધ એવી રીતે તોડ્યો કે હદો પાર થઇ ગઇ.

હાલ સોશિયલ મીડિયા પર 61 વર્ષની ટિકટોક સ્ટાર ચેરિલ મેકગ્રોવર અને તેમના નવા પતિ જે 24 વર્ષના છે કુરાન મેકકેનના લગ્નની તસવીરો વાયરલ થઇ રહી છે. બંનેએ 3 સપ્ટેમ્બરના રોજ લાઇવ સ્ટ્રીમ કરીને લગ્ન કર્યા હતા. આ બંનેની ઉંમર વચ્ચેના તફાવતને કારણે લગ્ન ચર્ચાનો વિષય બન્યો. બંને વચ્ચે 37 વર્ષનો અંતર છે.

હોટલ રૂમમાંથી પણ શેયર કર્યો વીડિયો

આ બંને પ્રેમી પંખીડાઓએ પોતાના લગ્નનું લાઇવ સ્ટ્રીમ કર્યુ હતુ જેના કારણે આ લગ્નને લગભગ 1 લાખ લોકોએ લાઇવ જોયા હતા. લગ્નમાં બંનેના નજીકના મિત્રો પણ હાજર રહ્યા. લગ્ન બાદ બંને હોટલ પહોંચ્યા. આ કપલે હોટલ રૂમમાંથી પણ પોતાનો વીડિયો બનાવીને લોકો સાથે શેયર કર્યો. હદ તો ત્યાં થઇ જ્યાં કુરાને લગ્ન બાદ લોકોને એ પણ જણાવ્યુ કે તેમણે હોટલના રૂમમાં 2 કલાક વિતાવ્યા અને પછી તેઓ પોતાના ઘરે જવા રવાના થયા.

આમ તો બંને વચ્ચે રોમાન્સની શરૂઆત ગત વર્ષે જ થઇ ગઇ હતી. પરંતુ આ કપલ એકબીજાને 2012 થી ઓળખે છે. બંનેની પહેલી મુલાકાતના સમયે કુરાન 15 વર્ષનો હતો અને ચેરિલના દિકરાના રેસ્ટોરંટમાં કામ કરતો હતો. બંને વચ્ચે પ્રેમના બીજ ગત વર્ષે જ ફૂટ્યા. બંનેએ જ્યારે પોતાના સંબંધોને ઓનલાઇન જાહેર કર્યા તો ચારેતરફથી તેમણે આલોચનાનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો –

Bigg Boss 15: જંગલમાં મચ્છરો ભગાડતો જોવા મળ્યો સલમાન, પ્રોમો જોઈને તમને પણ આવી જશે સ્પર્ધકો પર દયા

આ પણ વાંચો –

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં વેસ્ટઇન્ડીઝનો આ ધુંઆધાર બેટ્સમેન સામેલ કરાયો, જે હાલમાં CPL માં મચાવી રહ્યો છે ધમાલ

આ પણ વાંચો –

AHMEDABAD : શું સાણંદમાં ફોર્ડ મોટર્સના પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધ નહી થાય ? જાણો શું કહ્યું DyCM નીતિન પટેલે

Click on your DTH Provider to Add TV9 Gujarati