Viral Video: જંગલી સુવ્વરે તોડી નાખ્યો લોખંડનો દરવાજો, તેની તાકાત જોઈ લોકો ચોંકી ગયા !
એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જંગલી સુવ્વર લોખંડના દરવાજા પર જોરથી ટક્કર મારી છે અને તેને તોડી નાખ્યો હતો. પછી દરવાજાની જે હાલત થઈ છે તે જોઈને અંદાજો લગાવી શકાય કે આ પ્રાણી કેટલું શક્તિશાળી છે.
પર્વતીય વિસ્તારોમાં (Social Media)જો કોઈ પ્રાણી પાકને વધુ નુકસાન કરતું હોય તો તે જંગલી સુવ્વર અને વાંદરા છે. વાંદરાઓ ઉપરથી મોટા ભાગના પાકનો નાશ કરે છે. સફરજનના બગીચાને નષ્ટ કરે છે. પરંતુ સુવ્વર જમીનને બગાડે છે. તે મોઢાના મજબૂત ભાગ વડે જમીનની ઉપર ખૂબ જ ઊંડા ખાડા ખોદે છે. નીચેથી જમીનનો ભાગ બગાડે છે. (Viral Videos) ઘણા ગામડાઓમાં લોકો તેમને પકડીને જંગલોમાં છોડી દે છે.
તેમને પકડવું એટલું સરળ નથી હોતું. કારણ કે તેના બે દાંત એટલા મજબૂત છે કે તે માણસનો પગ તોડી શકે છે. વ્યક્તિએ આખું જીવન પગ વગર પસાર કરવું પડી શકે છે. એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જંગલી સુવ્વર (Wild boar)લોખંડના દરવાજા પર જોરથી અથડાય છે પછી દરવાજાની હાલત જોઈને જ અંદાજો લગાવી શકાય છે કેઆ પ્રાણી કેટલું શક્તિશાળી છે.
વીડિયોમાં જોવા મળે છે કે દરવાજાની બીજી બાજુથી એક સુવ્વર દોડીને આવે છે. તે લોખંડના મોટા દરવાજાને અથડાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે આખો દરવાજો ઉખડી ગયો. તે તેની સાથે દરવાજો દૂર સુધી લઈ જાય છે. જો કે તે જાણી શકાયું નથી કે આ વીડિયો ક્યાંનો છે, તેમાં માત્ર એટલું જ દેખાય રહ્યું છે કે ભાઈ જંગલી સુવ્વર સાથે પંગો ન લેવો ખબર નહીં કેવી હાલત કરી દે.
અહીં જંગલી સુવ્વર શા માટે દોડી રહ્યું છે તે ખબર નથી. પણ તે એટલી ઝડપે આવે છે કે દરવાજો પળવારમાં જમીન પર પડી જાય છે. જે બાદ તે ભાગી જાય છે. આ વીડિયો (Funny Viral Videos) સીસીટીવી ફૂટેજ જેવો દેખાય છે. જેમાં સંભવતઃ સુવ્વરની આ ઘટના કેદ થઈ ગઈ હતી.
Power of wild boar 🐗 #wild #nature pic.twitter.com/lfrQqvvyGC
— Zubin Ashara (@zubinashara) December 14, 2021
લોકોને આશ્ચર્ય થયું
આ વીડિયો ટ્વિટર (Twitter)પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, એક યુઝરે મજાકમાં લખ્યું અંબુજા સિમેન્ટનો ઉપયોગ નથી થયો. તમને જણાવી દઈએ કે પહાડોમાં રહેતા લોકો પાસેથી એક વધુ વાત સાંભળવા મળે છે કે દીપડા અને વાઘને પણ જંગલી સુવ્વરનો શિકાર કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. ક્યારેક તેઓ ઘાયલ પણ થાય છે.
આ પણ વાંચો: Crime: 200 મહિલાની હત્યા કરનાર સીરિયલ કિલરને કોર્ટે એકસાથે બે આજીવન કેદની સંભળાવી સજા
આ પણ વાંચો: Technology News: તમારા એન્ડ્રોઈડ ફોનને જલ્દી જ કરો અપડેટ, સરકારી સિક્યોરિટી એજેન્સીએ આપી આ ચેતવણી