Crime: 200 મહિલાની હત્યા કરનાર સીરિયલ કિલરને કોર્ટે એકસાથે બે આજીવન કેદની સંભળાવી સજા
સીરિયલ કિલર મિખાઈલ પોપકોવે પોલીસની પૂછપરછમાં કબૂલાત કરતા કહ્યું કે, તેણે મહિલાઓની હત્યા કરીને કોઈ ગુનો કર્યો નથી. પરંતુ તેણે તેના જીવનમાં જે 200 મહિલાઓ અને છોકરીઓને મારી નાખી તે તમામ સમાજ અને તેના શહેરની ગંદકી હતી.
આ સાચી પણ ડરામણી કહાની આજથી લગભગ 30 વર્ષ એટલે 1990 ના દાયકાની શરૂઆતમાં થઈ હતી. હાલ આ કહાનીનું સૌથી ખતરનાક અને એકમાત્ર પાત્ર સીરીયલ કિલરનું નામ હવે ફરી ચર્ચામાં આવ્યું છે. કારણ કે 57 વર્ષના આ સનકી સિરિયલ કિલરને કોર્ટે બે-બે આજીવન કેદની સજા ફટકારી છે.
મતલબ કે માણસના રૂપમાં જાનવર જેવી હરકતો કરનાર આ વ્યક્તિએ હવે જીવનનો અંતિમ શ્વાસ જેલની કોટડીમાં જ લેવો પડશે. ચુકાદો સંભળાવતી વખતે ન્યાયાધીશે આ ખતરનાક ગુનેગારની સરખામણી માનવ રૂપમાં જાનવર સાથે પણ કરી છે.
આ સિરિયલને લગતા કેસોની તપાસ કરી રહેલી કોર્ટ અને પોલીસ ચોંકી ઉઠી હતી કે, 57 વર્ષની ઉંમરે એક ખૂની માનસિકતા ધરાવતા વ્યક્તિએ પોતાના રહેઠાણની હદમાં 200 મહિલાઓ અને છોકરીઓની હત્યા કરી નાખી હતી.
જ્યારે સમાજમાં કોઈને તેની જાણ પણ થઈ ન હતી. એક અહેવાલ મુજબ, આ ખતરનાક સીરિયલ કિલર (Serial killer) વ્યવસાયે પોલીસમેન હતો. 57 વર્ષીય મિખાઇલ (Mikhail)ને થોડા સમય પહેલા બે આજીવન કેદની સજા ફટકારવામાં આવી ત્યારથી આ સમાચારમાં છે. જે હત્યાઓ(Murder)માં મિખાઈલને એકસાથે બે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે, તે તમામ કેસ છોકરીઓ અને મહિલાઓની હત્યા સાથે સંબંધિત છે.
200 માંથી 22 હત્યાઓ સાબિત થઈ
હાલમાં થોડા સમય પહેલા હત્યાના 22 કેસમાં આ સીરિયલ કિલર પૂર્વ પોલીસને બે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જોકે પોલીસે ધરપકડ બાદ કરેલી પૂછપરછમાં આરોપીએ વર્ષ 1990થી 2010 વચ્ચે લગભગ 200 યુવતીઓ અને મહિલાઓની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
પરંતુ 22 કેસ સિવાય પોલીસ માટે તમામ હત્યાઓને લગતા પુરાવા એકત્રિત કરવા મુશ્કેલ બની ગયા હતા. આથી તપાસ એજન્સી દ્વારા સાબિત થયેલા 22 હત્યાના કેસમાં કોર્ટે આરોપીને બે-બે આજીવન કેદની સજા ફટકારી છે. મિખાઇલને સજા સંભળાવતી વખતે કોર્ટમાં જજે કહ્યું કે, “તે માનવ સ્વરૂપમાં જાનવર છે.”
ગુનેગાર 200 હત્યાને ગુનો માનતો નથી
સીરિયલ કિલર (Serial killer)મિખાઈલ પોપકોવે પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેણે મહિલાઓની હત્યા કરીને કોઈ ગુનો કર્યો નથી. પરંતુ તેણે તેના જીવનમાં જે 200 મહિલાઓ અને છોકરીઓને મારી નાખી તે તમામ સમાજ અને તેના શહેરની ગંદકી હતી. તેથી જ તે બધાને મારીને તેણે શહેરને સ્વચ્છ રાખવાનું કામ કર્યું છે. દરેક પીડિતની હત્યા કર્યા બાદ આરોપી તેની લાશને જંગલમાં ફેંકી દેતો હતો.
મહિલાઓની શોધમાં તે શહેરના ક્લબ અને બાર હાઉસમાં ફરતો હતો. ત્યારપછી પીડિતાને લિફ્ટ આપવાના બહાને કારમાં બેસી જતો હતો. ત્યાર બાદ તેણી પર બળાત્કારની ઘટનાને અંજામ આપીને તેણીની હત્યા કરતો હતો. એક અહેવાલ અનુસાર મિખાઇલે મહિલા સિવાય એક અન્ય વ્યક્તિ અને એક પોલીસકર્મીની હત્યાની પણ કબૂલાત કરી હતી.
કોર્ટમાં સનસનીખેજ ખુલાસો
આ ઘટના રશિયા (Russia)ના અંગારસ્ક શહેર (Angarsk city)ની છે. કોર્ટમાં જ્યારે ટ્રાયલ ચાલી ત્યારે બીજી ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી હતી. જાણવા મળ્યું હતું કે આરોપી મિખાઇલ તેના રહેઠાણ વિસ્તારમાં જ એક પછી એક 200 હત્યાની આ ઘટનાઓને અંજામ આપતો હતો. અને કોઈને આભાસ સુધ્ધા ન હતો.
કદાચ એટલા માટે કે લોકોની નજરમાં તે રશિયન પોલીસનો કર્મચારી હતો. આવા તરંગી સિરિયલ કિલરને પકડવાની પણ તેની પોતાની રસપ્રદ વાર્તા છે. સમાચાર મુજબ, પોલીસને આરોપી દ્વારા હત્યા કરાયેલી છોકરીના મૃતદેહ પાસે કારના ટાયરના નિશાન મળ્યા હતા. તે ટાયરના નિશાનો મેચ થતાં તેઓ આરોપીની કારના ટાયર હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: ખેતીમાં જંતુનાશકના વધુ પડતા ઉપયોગથી વધી રહી છે ખતરનાક બીમારીઓ: કૃષિ મંત્રી કમલ પટેલ
આ પણ વાંચો: Viral: યુવકે હવામાં કર્યા ગજબના ફ્લિપ્સ ! વીડિયો જોઈ લોકોએ કહ્યું શું તમે ફ્લિપ્સ ગણી શકો છો ?