Duck Video: માણસો સાથે મેરેથોનમાં દોડ્યું બતક, વીડિયો જોઈને લોકોએ કહ્યું- મેચ જીતવા માટે ‘મોટા પગ’ નહીં ‘હિંમત’ હોવી જોઈએ

આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર બતકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે માણસો સાથે મેરેથોન દોડમાં દોડતી જોવા મળે છે. આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ (Dipanshu Kabra) ટ્વિટર પર શેર કર્યો છે.

Duck Video: માણસો સાથે મેરેથોનમાં દોડ્યું બતક, વીડિયો જોઈને લોકોએ કહ્યું- મેચ જીતવા માટે 'મોટા પગ' નહીં 'હિંમત' હોવી જોઈએ
Viral Video of Duck
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 2:54 PM

લક્ષ્ય (Goal) એને જ મળે છે જેમના સપનામાં જીવ હોય છે, ‘પાંખો સે કુછ નહી હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ’. કારણ કે અહીં એક બતકે આ કહેવત સાચી સાબિત કરી છે. જેણે રમતવીરો અને બાળકો સાથે માત્ર મેરેથોન જ નહી પરંતુ તે રેસ જીતીને પુરી કરી હતી. આ જીતના બદલામાં તેને મેડલ પણ આપવામાં આવે છે. આ બતકની જીત સાથે, તેણે એ વાત સાબિત કરી કે દોડ પગ નહીં પણ હિંમતથી જીતવામાં આવે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Viral Video) તમે જોઈ શકો છો કે એક મેરેથોન રેસ થઈ રહી છે, જ્યાં બાળકોથી લઈને વડીલો સુધી બધા દોડતા જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન એક બતક પણ તેના માલિક સાથે દોડતી જોવા મળે છે. તે તેની પાંખો ફફડાવીને રેસ પૂરી કરે છે. તે જે રીતે દોડ્યો તે જોઈને લાગે છે કે તેણે રેસ જીતી લીધી છે! આ રેસ પૂરી થયા બાદ તેને પાણી આપવામાં આવે છે અને તેના પ્રોત્સાહન માટે મેડલ પણ પહેરાવવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો

અહીં વીડિયો જુઓ…

આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, મેરેથોન જીતવા માટે, મોટા પગ નહીં, પરંતુ હિંમત હોવી જોઈએ! સમાચાર લખાય છે ત્યાં સુધી જ્યાં 3.5 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે, તો 9.5 હજારથી વધુ લોકોએ આ ક્લિપને લાઈક કરી છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

આ ક્લિપ જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘તે માત્ર રેસમાં જ નથી દોડી પરંતુ મેડલ પણ જીતી ગઈ.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, તમારે ભીડથી પોતાને બચાવવી પડશે અને મેરેથોન એ ડબલ ચેલેન્જ છે. .!

g clip-path="url(#clip0_868_265)">