AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Police Viral Video : આવો, પ્રેમથી ચલણ કપાવો ! શું તમે ક્યારેય ટ્રાફિક પોલીસની આવી અનોખી સ્ટાઈલ જોઈ છે?

Traffic Police Viral Video : આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર traffics.awareness નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'આઈયે-આઈયે પ્યાર સે ચલણ કટવાઈએ'. આ વીડિયોને અત્યાર સુધીમાં 2.3 મિલિયન એટલે કે 23 લાખ વખત જોવામાં આવ્યો છે.

Traffic Police Viral Video : આવો, પ્રેમથી ચલણ કપાવો ! શું તમે ક્યારેય ટ્રાફિક પોલીસની આવી અનોખી સ્ટાઈલ જોઈ છે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 9:15 AM
Share

Traffic Police Viral Video : નિયમો ગમે તેટલા કડક કેમ ન હોય, જે તોડવા વાળા છે તે તોડશે જ. હવે ટ્રાફિકના નિયમો જ જુઓ. ટ્રાફિકના નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે, જેના તોડવા માટે ભારે ચલણ કાપવામાં આવે છે અને જેલની સજાની જોગવાઈ પણ છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકો આ નિયમો તોડતા હોય છે. તમે જોયું જ હશે કે ઘણી વખત લોકો હેલ્મેટ વગર રસ્તા પર નીકળે છે અને ટ્રાફિક પોલીસની પકડમાં ફસાઈ જાય છે. આમ તો સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ હેલ્મેટ વિનાના લોકોને હાથના ઈશારાથી રોકે છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક ટ્રાફિક પોલીસ કર્મચારીનો ખૂબ જ ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની અનોખી સ્ટાઈલ જોઈ શકાય છે.

આ પણ વાંચો : બિલાડીને જોઈને માછલી થઈ રોમેન્ટિક, આવી રીતે Kiss કરવા લાગી; જુઓ Cute Viral Video

વાસ્તવમાં તે ગીત ગાઈને હેલ્મેટ વગરના લોકોને અટકાવે છે અને સમજાવે છે, પછી ચલણ કાપી નાખે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ એક બાઇક સવારને રોકે છે અને હસતાં હસતાં ગાવાનું શરૂ કરે છે ‘ઓ બેટા જી…ઓ બાબુ જી…ટ્રાફિક કે નિયમ બડે નર્મ, બડે ગરમ…કભી નરમ નરમ ગરમ-ગરમ. ઓ બેટાજી…’ પછી ગાતી વખતે તે બાઇક સવારને પૂછે છે, ‘હેલ્મેટ ક્યાં છે? હવે તેણે શું જવાબ આપ્યો, આગળ શું થયું, ચલણ આપ્યું કે નહીં તેની કોઈ માહિતી નથી, પરંતુ ટ્રાફિક પોલીસનો આ આઈડિયા સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

જુઓ, ટ્રાફિક પોલીસની આ અનોખી સ્ટાઈલ

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર traffics.awareness નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘આઈયે-આઈયે પ્યાર સે ચલણ કટવાઈએ’. આ વીડિયોને અત્યાર સુધીમાં 2.3 મિલિયન એટલે કે 23 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખ 33 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘સર, તમે બહુ સારું બોલો છો, અમારું સંપૂર્ણ સન્માન છે’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘તમારા જેવા પોલીસવાળા હશે તો આપણો દેશ ઘણો સારો રહેશે.’

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">