ફિઝિક્સના અઘરા કોન્સેપ્ટને શિક્ષકે જાદુઈ રીતે સમજાવ્યો, લોકો બોલ્યા-આવા શિક્ષક બધાને મળે
દરેક શિક્ષકની (Teacher) પોતાના વિદ્યાર્થીને ભણાવવાની અલગ-અલગ રીત હોય છે, જેથી તે પોતાના વિદ્યાર્થીને દરેક પાઠ સારી રીતે સમજાવી શકે, પરંતુ કેટલીકવાર શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને શીખવવા માટે એવી પદ્ધતિ અજમાવતા હોય છે, જેથી વિદ્યાર્થી આખો પાઠ ઝડપથી સમજી શકે.

બાળક ગમે તે ઉંમરનું હોય, તેને શીખવવું કોઈના માટે સહેલું નથી. માતા-પિતા હોય કે શિક્ષક, દરેક જણ સંકલ્પનાને સરળ બનાવવાનો પ્રયત્ન કરે છે. જેથી બાળક તેને સરળતાથી સમજી શકે. ખાસ કરીને એક શિક્ષક કારણ કે તેઓએ એક સાથે અનેક બાળકોને ખ્યાલો સમજાવવાના હોય છે. શિક્ષણની એક અનોખી પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે આનંદપ્રદ અને ફળદાયી વર્ગખંડનો અનુભવ બનાવી શકે છે. આ દિવસોમાં અમને આવા શિક્ષકનો વીડિયો જોવા મળ્યો, જેને જોયા પછી તમે પણ કહેશો- ‘શું વાત છે ગુરુજી’.
દરેક શિક્ષકની પોતાના વિદ્યાર્થીને શીખવવાની અલગ-અલગ રીત હોય છે, જેથી તે પોતાના વિદ્યાર્થીને દરેક પાઠ સારી રીતે સમજાવી શકે, પરંતુ કેટલીકવાર શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને શીખવવા માટે આવી રીતનો પ્રયાસ કરે છે, જેથી વિદ્યાર્થી આખો પાઠ ઝડપથી સમજી શકે. હવે આ વીડિયો જ જુઓ જ્યાં લોકોને શિક્ષકની ફિઝિક્સ શીખવવાની રીત પસંદ પડી છે. વીડિયોમાં શિક્ષક ReFlection વિશે લેક્ચર આપતા જોવા મળે છે.
અહીં, સરળ રીતે સંકલ્પના સમજાવતા શિક્ષકનો જુઓ વીડિયો
He is a real hardcore teacher and not the ones who just want to shine speaking English. pic.twitter.com/BMj2zAIEog
— Deepak Prabhu (@ragiing_bull) November 8, 2022
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક શિક્ષક બાળકોને ફિઝિક્સ શીખવી રહ્યા છે. તેઓ રિફલેક્શનને સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિક્ષકના ભણતરને સરળ અને મનોરંજક બનાવતા આ શિક્ષકનો વીડિયો જોઈને તમે પણ કહેશો કે, કાશ આવા શિક્ષકો દરેક જગ્યાએ હોય, કારણ કે ભૌતિકશાસ્ત્ર એ શાળામાં ભણાવવામાં આવતો સૌથી ભયંકર વિષય છે, જેના વર્ગમાં કદાચ કોઈ વિદ્યાર્થી વહેલો આવતા નથી. શિક્ષકની આ શીખવવાની શૈલી જોઈને તમે પણ તેમના ફેન બની જશો.
આ વીડિયોને ટ્વિટર પર @ragiing_bull નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘તે એક વાસ્તવિક હાર્ડકોર શિક્ષક છે, એવું નથી કે જે માત્ર અંગ્રેજી બોલીને તે ચમકવા માંગે છે.’ 90 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યું, ‘સમજાવવાની સરસ રીત.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘કાશ દેશના દરેક વર્ગમાં આવા શિક્ષક હોત તો પરિણામ અલગ હોત..! બાળકો આમાંથી શીખશે.