AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Post : જે માતાએ વિમાન પણ નજીકથી જોયુ ન હતુ તે માતાને દીકરાએ કરાવ્યો વિદેશ પ્રવાસ, ખુશી જોઈ થઈ ગયો ગદગદિત

માતાની ખુશી જોઈ તેણે આ પોસ્ટને સોશિયલ મીડિયામાં શેર કરી અને અન્ય લોકોને તેમના માતા- પિતાને દુનિયાની મુસાફરી કરાવવાની વાત કરી છે.

Viral Post : જે માતાએ વિમાન પણ નજીકથી જોયુ ન હતુ તે માતાને દીકરાએ કરાવ્યો વિદેશ પ્રવાસ, ખુશી જોઈ થઈ ગયો ગદગદિત
viral post
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 12:40 PM
Share

ઇન્ટરનેટસારી સારી વાર્તાઓથી ભરેલું છે. અનેક લોકો પોતાના અંગત જીવન સાથે જોડાયેલ ઘટનાઓ અને તેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. ત્યારે આજ સવારથી એક સાચી ઘટનાની વાર્તા ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે. જે પોસ્ટે લોકોના હૃદયને સ્પર્શી લીધા છે ત્યારે આ ઘટના શું છે અને કોની છે તે અમે તમને જણાવી રહ્યા છે.

ઈન્ટરનેટ પર પોસ્ટ વાઈરલ

ઘટના દત્તાત્રય નામના યુવકની છે. દત્તાત્રય જે સિંગાપોરમાં રહે છે અને બ્લોકચેન ડેવલપર તરીકે કામ કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા તેણે પોતાની અને તેની માતાની બે તસવીરો પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે તે તેની માતાને દુનિયાનો હિસ્સો અને તેનું કાર્યસ્થળ બતાવવા માટે સિંગાપુર લઈ ગયો હતો.

s6fqa1vo

પોસ્ટમાં દત્તાત્રયે સમજાવ્યું કે તેની માતાએ તેનું આખું જીવન ગામમાં વિતાવ્યું છે અને તેણે ક્યારેય નજીકથી વિમાન જોયું નથી. તેમની માતા તેમની પેઢીની પ્રથમ અને વિદેશ યાત્રા કરનાર તેમના ગામની બીજી મહિલા બની હતી. દત્તાત્રય જેએ કહ્યું, “માત્ર એક જ વસ્તુ જે મને દુઃખ પહોંચાડે છે – હું ઈચ્છું છું કે મારા પપ્પા આ અનુભવ કરી શક્યા હોત! તે સાથે તેણે કહ્યું હતુ કે હું ખરેખર તે લોકોને વિનંતી કરું છું, તેમના માતાપિતાને દુનિયાનો બીજો અને સુંદર હિસ્સો પણ બતાવે. તેમજ કહ્યું હતુ કે ભલે તે સમયગાળો ગમે તે હોય. જો તમે મુસાફરી કરી રહ્યા છો. તો તમારી સાથે તમારા માતા પિતાને પણ દુનિયાની સફર કરવા લઈ જાઓ. અને મારા પર વિશ્વાસ કરો, તમારા માતા પિતાની ખુશી તમે માપી નહીં શકો.”

વાઈરલ પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયા

જ્યારથી આ પોસ્ટ LinkedIn પર શેર કરવામાં આવી છે ત્યારથી ત્રણ લાખથી વધુ લોકોએ તેને લાઈક કરી છે. પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ પણ આવી છે. લોકો તેના પર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે કે “સરસ, તે ખરેખર સરસ કામ કર્યુ છે,” LinkedIn કમેન્ટ્સમાં એક વ્યક્તિએ કહ્યું, “પ્રિય ભાઈ, હું જાણતો નથી કે તમે કોણ છો? પણ હું તમને મારા હૃદયથી પ્રેમ કરું છું. તમારી માતાના આદરથી! ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ!” ત્રીજાએ લખ્યું, “આ મહાન છે. એક પુત્ર તેની માતા માટે શ્રેષ્ઠ કરી શકે છે. ભગવાન તમને આશીર્વાદ આપે!!”

પોસ્ટમાં, વ્યક્તિએ સમજાવ્યું કે તેની માતાએ તેનું આખું જીવન ગામમાં વિતાવ્યું છે અને તેણે ક્યારેય નજીકથી વિમાન જોયું ન હતુ. ત્યારે તેની માતા માટે આ પળ એક સપના જેેવી હતી. તેની માતાની ખુશી જોઈ તેણે આ પોસ્ટને સોશિયલ મીડિયામાં શેર કરી અને અન્ય લોકોને તેમના માતા- પિતાને દુનિયાની મુસાફરી કરાવવાની વાત કરી છે. યુવકની આ પોસ્ટ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે તેના પર લોકો ઝડપથી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">