સેલ્સમેને ખૂબ જ ઝડપથી પહેરી સાડી, લોકોએ વીડિયો જોઈ કીધુ ભાઈ શું વાત છે, જુઓ Viral Video
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સેલ્સમેન વીજળીની ઝડપ કરતા પણ વધુ ઝડપે સાડી પહેરતો જોવા મળી રહ્યો છે. જેને જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે.
તાજેતરના દિવસોમાં, કેટલાક લોકો તેમના કૌશલ્યથી બધાને આશ્ચર્યમાં મૂકે છે તેવા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કુશળ લોકોના ટેલેન્ટ પર વિશ્વાસ કરી રહ્યા છે. તાજેતરમાં, આવા એક સેલ્સમેન સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળે છે. જેમાં સેલ્સમેન થોડા જ સમયમાં 5 મીટર લાંબી સાડી પહેરીને જોવા મળે છે.
દરેક વ્યક્તિ જાણે છે કે સાડી પહેરવી ખૂબ જ મુશ્કેલ કામ છે. બીજી તરફ, રોજિંદી સાડી પહેરતી મહિલાઓ પણ આસાનીથી સાડી પહેરી શકતી નથી. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર વીડિયોમાં દેખાતા એક વ્યક્તિએ પળવારમાં સાડી પહેરી લીધી હતી, જેને જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા. આ જ કારણ છે કે આજકાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
સાડી પહેરેતો સેલ્સમેન
વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર પોસ્ટ થઈ રહ્યો છે. આ વીડિયો jagmonsingh3 નામના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક સરદાર યુવક જોવા મળી રહ્યો છે, જે સાડીની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરે છે. ગ્રાહકોને સાડીનો લુક જણાવવા માટે તે પોતે સાડી પહેરીને તેનો ડેમો બતાવી રહ્યો છે. આ દરમિયાન તે બેસ્ટ સ્ટાઈલમાં બ્લુ સાડી પહેરેલી જોવા મળી રહી છે.
યુઝર્સે વીડિયોને પસંદ કર્યો
વીડિયોમાં તે વ્યક્તિ વીજળીની ઝડપ કરતાં પણ વધુ ઝડપે સાડી પહેરતો જોવા મળે છે. વીડિયોમાં મહિલાઓ કરતા સાડી પહેરેલા પુરુષને જોઈને દરેકની આંખો પહોળી થઈ ગઈ. આ વીડિયોને સોશિયલ મીડિયા પર 43 લાખથી વધુ વ્યૂઝ અને એક લાખ 61 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તે જ સમયે, વીડિઓ સોશિયલ મીડિયા પર યુઝર્સનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી છે.
જોકે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે અહીં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય. લોકોને વાયરલ વીડિયોમાં ખાસ કરી ફની વીડિયો જોવા ખુબ ગમતા હોય છે. લોકો આ વીડિયો ન માત્ર જુએ જ છે પરંતુ તેમના મિત્રો સાથે પણ શેર કરે છે.