ભાજપને રામ રામ કરીને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે
ગુજરાતના રાજકારણમાં વધુ એક ઘટના આકાર પામવા જઈ રહી છે. ભરુચના આદીવાસી ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં, મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ ધારણ કરશે.
ભરૂચ જિલ્લાના એક સમયના શક્તિશાળી રાજકીય નેતા, છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા હવે કોંગ્રેસનો ત્રીરંગો ધારણ કરશે. મહેશ વસાવા ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં (BTP) થી ભાજપમાં આવ્યા હતા અને હવે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે.
ગુજરાતના રાજકારણમાં વધુ એક ઘટના આકાર પામવા જઈ રહી છે. ભરુચના આદીવાસી ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં, મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ ધારણ કરશે.
મહેશ વસાવા પહેલા પિતા છોટુભાઈ વસાવાની સાથે BTPના ટુંકા નામે ઓળખાતી ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા હતા. પછી ચૂંટણી હારતા ભાજપમાં જોડાયા હતા અને હવે કોંગ્રેસનો પંજો પકડશે. ગુજરાતમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી BTPનું કદ ઘટતા અને ભાજપમાં જોડાયા હોવા છતા તેમને યોગ્ય સ્થાન ના મળતા મહેશ વસાવા હવે કોંગ્રેસના શરણે જઈ રહ્યાં છે.
ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી શકે છે. આદિવાસીઓના દિગગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા મધ્ય ગુજરાતના ખાસ કરીને આદીવાસી ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે.
(With input- Kinjal Mishra from Gandhinagar, Ankit Modi from Bharuch)
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા