નાબાર્ડમાં ડાયરેક્ટ ભરતી! યુવાનોએ આ તક ના ચૂકવી જોઈએ, મહિનાનો પગાર જ 1.50 લાખ રૂપિયાથી 3.85 લાખ રૂપિયા સુધીનો
નાબાર્ડે યુવા અને અનુભવી પ્રોફેશનલ્સ માટે સ્પેશિયાલિસ્ટના પદો પર મોટી ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત છે અને શરૂઆતમાં તેનો પિરિયડ 2 વર્ષ સુધીનો રહેશે.
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD), જે ગ્રામિણ વિકાસ અને કૃષિ ક્ષેત્ર માટે દેશની સૌથી મોટી નાણાકીય સંસ્થાઓમાંની એક છે, તેણે યુવા અને અનુભવી પ્રોફેશનલ્સ માટે મોટી ભરતીની જાહેરાત કરી છે.
કયા સેક્ટર માટે વેકેન્સી બહાર પડી?
નાબાર્ડે વિવિધ વિભાગોમાં સ્પેશિયાલિસ્ટના પદો માટે અરજીઓ મંગાવી છે. બેંકિંગ, રિસ્ક મેનેજમેન્ટ, ફાઇનાન્સ, ડેટા એનાલિટિક્સ અને ટેક્નિકલ સેક્ટરમાં સારો અનુભવ હોય, તેવા લોકો માટે આ વેકેન્સી બહાર પાડવા આવી છે.
NABARD દ્વારા કરવામાં આવી રહેલી ભરતી કાયમી નથી પરંતુ કરાર આધારિત છે. પપસંદ કરાયેલા ઉમેદવારોને શરૂઆતના 2 વર્ષના સમયગાળા માટે નિયુક્ત કરવામાં આવશે. જરૂરિયાત અને કામગીરીના આધારે આ સમયગાળો 3 વર્ષ સુધી લંબાવી શકાય છે.
કુલ કેટલી અરજીઓ મંગાવી?
આ ભરતી હેઠળ નાબાર્ડે કુલ 17 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આમાં રિસ્ક મેનેજમેન્ટ, ફાઇનાન્સ, ડેટા સાયન્સ, આઈટી, સ્ટાર્ટઅપ, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, કન્સલ્ટન્સી વગેરે સેક્ટરમાં કેટલાક મહત્વપૂર્ણ પદોનો સમાવેશ થાય છે. મોટાભાગની જગ્યાઓ જનરલ કેટેગરીની છે પરંતુ કેટલીક જગ્યાઓ OBC કેટેગરી માટે પણ રિઝર્વ કરવામાં આવેલ છે.
ઉમેદવારની શું પાત્રતા હોવી જોઈએ?
નાબાર્ડ દ્વારા આ ભરતી માટે ફક્ત ઉચ્ચ શિક્ષણ અને સંબંધિત ક્ષેત્રમાં સારો અનુભવ ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકે છે. વિવિધ પોસ્ટ્સ માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે. એડિશનલ ચીફ રિસ્ક મેનેજરના પદ માટે ઉમેદવાર ગ્રેજયુએટ હોવો જોઈએ.
આ સાથે તેની પાસે અર્થશાસ્ત્ર, ફાઇનાન્સ, સ્ટેટિસ્ટિક્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, MBA, CA અથવા CS માં ડિગ્રી હોવી જોઈએ. આ પોસ્ટ માટે ઓછામાં ઓછો 10 વર્ષનો બેંકિંગ અનુભવ જરૂરી છે.
રિસ્ક મેનેજર સંબંધિત પદો માટે ઉમેદવાર પાસે ફાઇનાન્સ, કોમર્સ, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિત અથવા એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી જોઈએ. વધુમાં, ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જરૂરી છે. માર્કેટ રિસ્ક મેનેજર જેવા પદો માટે લાયકાત લગભગ સમાન છે, જ્યાં અનુભવ સાથે માસ્ટર ડિગ્રી અથવા MBA જરૂરી છે.
ફાઇનાન્સિયલ એનાલિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટ, પ્રોજેક્ટ મેનેજર, સિનિયર કન્સલ્ટન્ટ, સ્ટાર્ટઅપ મેનેજર, જિઓગ્રાફિક ઈન્ડિકેટર મેનેજર જેવા પદો માટે સંબંધિત ક્ષેત્રમાં એડ્યુકેશન અને અનુભવ જરૂરી છે.
વય મર્યાદા કેટલી હોવી જોઈએ?
NABARD નોકરીઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ન્યૂનતમ વય મર્યાદા 28 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 62 વર્ષ છે. સરકારી ધોરણો મુજબ અનામત શ્રેણી (Reserved Category) ના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.
આ ભરતીનું સૌથી મહત્વનું પાસું તેનો પગાર છે. નાબાર્ડમાં પસંદ થયેલા ઉમેદવારોને પોસ્ટના આધારે દર મહિને 1.50 લાખ રૂપિયાથી 3.85 લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. આ પગાર પોસ્ટના અનુભવ અને જવાબદારીઓના આધારે નક્કી કરવામાં આવશે.
આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી ફક્ત ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ટૂંકમાં આમાં કોઈ લેખિત પરીક્ષા નહીં હોય. ઇન્ટરવ્યુમાં ઉમેદવારના અનુભવ, વર્ક સ્ટાઈલ અને પ્રોફેશનલ સ્કિલની તપાસ કરવામાં આવશે.
જો કે, આ માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. જનરલ અને અધર કેટેગરીના ઉમેદવારો માટે ફી 850 રૂપિયા છે. SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી ફી 150 રૂપિયા છે.
અરજી કેવી રીતે કરી શકાય?
નાબાર્ડની આ ભરતી માટે અરજી સંપૂર્ણપણે ઓનલાઈન કરવાની રહેશે. આના માટે ઉમેદવારોએ NABARDની અધિકૃત વેબસાઇટ www.nabcons.com પર જવું પડશે. સાઇટ પર ગયા બાદ ત્યાં કરિયર વિભાગમાં જઈ સંબંધિત ભરતીની લિંક પર ક્લિક કરો.
નવા ઉમેદવારોએ પહેલા Register કરવું પડશે, ત્યારબાદ પોતાની વિગતો ભરી ફી ચૂકવવાની રહેશે. ઉમેદવારોએ અરજી પૂર્ણ કર્યા પછી ફોર્મની એક કોપી ડાઉનલોડ કરીને સાચવી રાખવી.
