ગાંધીનગર બાદ અમદાવાદમાં તંત્ર એક્શનમાં, બહેરામપુરામાં ગંદકી વચ્ચે બનતી પાણીપુરીનો પર્દાફાશ
ગાંધીનગરમાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી છે. પાણીજન્ય રોગો અટકાવવા AMCના ફૂડ અને આરોગ્ય વિભાગે બહેરામપુરામાં દરોડા પાડી ગંદકી વચ્ચે બનતી પાણીપુરીનો ખુલાસો કર્યો છે.
ગાંધીનગરમાં રોગચાળો વધ્યા બાદ અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળાની આશંકાએ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. AMCના ફૂડ અને આરોગ્ય વિભાગે બહેરામપુરાના કેલિકો મિલ કમ્પાઉન્ડમાં દરોડા પાડી આશરે 20થી 25 પાણીપુરી અને પકોડી બનાવતા એકમોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન નરી ગંદકી અને દુર્ગંધ વચ્ચે ખાદ્ય પદાર્થો તૈયાર થવાનો ચોંકાવનારો ખુલાસો થયો.
પાણીપુરીના મસાલામાં સડેલા બટાટા અને ચણાનો ઉપયોગ થતો હોવાનું તેમજ પુરી તળવા માટે કાળું તેલ વપરાતું હોવાનું સામે આવ્યું. તૈયાર પુરીઓ અને પાણી ગંદા પીપડાંમાં સંગ્રહિત કરવામાં આવતા હતા. તંત્રએ 400 કિલો અખાદ્ય બટાટા અને 300 લીટર પાણીનો નાશ કર્યો છે અને સેમ્પલ લઈ વધુ તપાસ શરૂ કરી છે. તંત્રનો દાવો છે કે આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.
સવાલ એ પણ ઊભો થાય છે કે આટલી ગંદકી હોવા છતાંય AMC શું કરે છે? જયાં AMC દ્વારા દોર ટુ દોર નું અભિયાન ચલાવી રહી છે તો આટલી ગંદકી આવા રહેણાંક વિસ્તારમાં કેવી રીતે ફેલાઈ રહી છે ? જ્યારે પણ કોઈ ઘટના બને છે ત્યારે ફક્ત દંડ અને નોટિસ ફટકારીને ફોર્માલિટી કરી બતાવવામાં કેમ આવે છે. સખત એક્શન કેમ નથી લેવાતા ?
અમદાવાદમાં ટાઈફોઈડ સહિતના પાણીજન્ય રોગોમાં વધારો, આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ થઈ તેજ, વાંચવા માટે અહીં ક્લિક કરો
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા

