AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: શખ્સે બનાવી ગજબની ‘જુગાડ મશીન’, પળવારમાં ઉપાડી લે ગમે તેવી ભારે વસ્તુ !

જરૂરી સંસાધનોનો અભાવ હોય અથવા તે સંસાધનો ખૂબ ખર્ચાળ હોય, ત્યારે કંઈક 'કામચલાઉ' કરીને કામ કરાવું તેને 'જુગાડ' કહેવાય છે. જુગાડનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: શખ્સે બનાવી ગજબની 'જુગાડ મશીન', પળવારમાં ઉપાડી લે ગમે તેવી ભારે વસ્તુ !
The man made a wonderful jugaad machine
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 11:01 AM
Share

તમે ‘જુગાડ’ નામ તો સાંભળ્યું જ હશે. આ શબ્દ દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે. હકીકતમાં, જ્યારે ‘જરૂરી સંસાધનોનો’ અભાવ હોય અથવા તે સંસાધનો ખૂબ ખર્ચાળ હોય, ત્યારે કંઈક ‘કામચલાઉ’ (Improvised) કરીને કામ કરાવું તેને ‘જુગાડ’ કહેવાય છે. ભારતમાં જુગાડબાઝની કોઈ કમી નથી. કેટલાક સસ્તા ‘જુગાડ’ (jugaad machine) વાહન બનાવવા માટે મોટરસાઇકલ અથવા પમ્પિંગ સેટ એન્જિનનો ઉપયોગ કરે છે.

જ્યારે કોઇ કામચલાઉ વાહન બનાવવા માટે ડીઝલ એન્જિનનો ઉપયોગ કરે છે, જેનો ઉપયોગ ગામડાં વગેરેમાં માલસામાનના વહન માટે થાય છે. આ સિવાય પણ ઘણા લોકો જુગાડ વડે બીજી ઘણી વસ્તુઓ બનાવે છે. આવા જ એક જુગાડનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

એક વ્યક્તિએ ‘જુગાડ ટેક્નોલોજી'(Jugaad technology)નો ઉપયોગ કરીને ખૂબ જ સરળ, પરંતુ કામ કરતું મશીન બનાવ્યું છે, જેનો ઉપયોગ ભારે વસ્તુઓ ઉપાડવા માટે થાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોખંડની પાઇપ અને બે પૈડાનો ઉપયોગ કરીને એક વ્યક્તિએ ભારે સામાન ઉપાડવા માટે એક મશીન બનાવ્યું છે, જેનો તે ઉપયોગ કરી રહ્યો છે. તે મશીનની મદદથી એક મોટી અને ભારે સિમેન્ટની પાઈપ ઉપાડે છે, ત્યારબાદ તે મશીનમાંથી પથ્થર જેવી મોટી વસ્તુ ઉપાડે છે અને તેને બીજી જગ્યાએ મૂકે છે.

એક શાનદાર જુગાડ મશીનનો આ વીડિયો IAS ઓફિસર ડૉ. એમ.વી. રાવે પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલ પર શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, ‘ઇનોવેટિવ ઉપયોગી, સિમ્પલ (સરળ) મશીન’. માત્ર 18 સેકન્ડના આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં દેખાતું આ મશીન તમને સાદું લાગે છે, પરંતુ તે ખૂબ કામનું છે. તેનો ઉપયોગ ઘણી ફેક્ટરીઓમાં પણ થઈ શકે છે. હકીકતમાં, કારખાનાઓમાં હંમેશા ભારે માલ ઉપાડવાની જરૂર પડે છે, આવી સ્થિતિમાં આ જુગાડ મશીન ત્યાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના ઉપયોગથી આવા કામ માટે મોટા અને મોંઘા મશીનોની જરૂરિયાત ઘટાડી શકાય છે.

આ પણ વાંચો: Technology: WhatsApp ની કઈ ચેટ રોકી રહી છે સૌથી વધુ મેમરી, જાણો કેવી રીતે વધારવું સ્ટોરેજ

આ પણ વાંચો: Viral Video: વાંદરાને સળી કરી રહ્યો હતો વ્યક્તિ, કપીરાજનો મગજ જતાં ઝીંકી તલવાર !

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">