Viral Video: 10 ફૂટ હવામાં જ છલાંગ લગાવી સિંહણે કર્યો શિકાર, જૂઓ વીડિયો
વાયરલ વીડિયોમાં સિંહણ 10 ફૂટની ઊંચાઈથી કૂદકો મારતી અને હવામાં ઈમ્પાલા (હરણની એક પ્રજાતિ)ને પકડી લેતી જોવા મળે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા (Social Media) પર વન્ય જીવોને (Wildlife) લગતા વીડિયો વાયરલ (Viral Videos) થતા રહે છે. યુઝર્સ જંગલી પ્રાણીઓ વચ્ચેની રોમાંચક લડાઈ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ જ કારણ છે કે જ્યારે પણ આવી સામગ્રી સોશિયલ મીડિયા (Social media) પર શેર કરવામાં આવે છે, તે તરત જ વાયરલ થઈ જાય છે.
આ વીડિયોમાં બે સિંહણ એક ઈમ્પલાનો શિકાર કરે છે ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સિંહણ 10 ફૂટની ઊંચાઈથી કૂદકો મારીને હવામાં ઈમ્પાલાને પકડી લેતી જોવા મળે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
જંગલના કાયદા થોડા અલગ છે. ત્યાં ટકી રહેવા માટે, દરરોજ લડવું પડે છે. ત્યારે સિંહ જંગલનો રાજા હોય છે અને જો કોઈ તેની ચુંગાલમાં ફસાઈ જાય તો તેનું કામ ચોક્કસ પૂરું થાય છે. તેથી જ તેને જંગલનો રાજા કહેવામાં આવે છે. હવે જુઓ આ વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે સિંહણ જે ઈમ્પલાની પાછળ (હરણની એક પ્રજાતિ) શિકાર કરવા માટે દોડી રહી છે. પોતાનો જીવ બચાવવા ઇમ્પાલા અચાનક ઊંચાઇ પરથી કૂદી પડે છે. તેની પાછળ એક સિંહણ પણ કૂદી પડે છે. આ ઊંચાઈ લગભગ 10 ફૂટ હશે.
રસપ્રદ વાત એ છે કે, સિંહણ (The lioness Viral Video)એ હવામાં તેના જડબામાં ઇપાલાને પકડી લીધું હતું. થોડીક સેકંડ પછી વીડિયો સમાપ્ત થાય છે. ઈમ્પાલાનો શિકાર કરતી સિંહણનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર nature27_12 એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. બે દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને લગભગ 5 હજાર લોકોએ લાઈક કર્યો છે. ત્યારે ડઝનેક યુઝર્સે પોતપોતાની પ્રતિક્રિયા આપી છે.
એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, ‘સિંહણ ક્યારેય તેમના શિકાર પરથી નજર હટાવતી નથી.’ ત્યારે અન્ય એક યુઝરે WWE સુપરસ્ટાર રેન્ડી ઓર્ટનને યાદ કર્યા. યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, સિંહણએ રેન્ડી ઓર્ટનની જેમ જ ઈમ્પાલાને પકડ્યું. આ વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સે ઈમોટિકોન્સ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો: રાહતના સમાચાર : હવે માત્ર બે કલાકમાં ઓમિક્રોનનું પરીક્ષણ થશે, ICMRએ બનાવી 100 % પરિણામ આપતી ટેસ્ટ કીટ
આ પણ વાંચો: PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક, બિટકોઈન વિશે ટ્વિટ, મિનિટોમાં ડિલીટ