AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: દેડકાની અંદર થવા લાગ્યો બલ્બ, હકીકત જાણી તમને પણ થશે આશ્ચર્ય

દેડકાનો એક વીડિયો સામે આવ્યો છે. એવું લાગે છે કે દેડકાની અંદર કોઈ નાનો બલ્બ હોય, પરંતુ મામલો અલગ છે. લોકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Viral: દેડકાની અંદર થવા લાગ્યો બલ્બ, હકીકત જાણી તમને પણ થશે આશ્ચર્ય
Frog Viral Video (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 1:41 PM
Share

સોશિયલ મીડિયા (Social Media) વાયરલ વીડિયો(Viral Videos)નો ખજાનો છે જેમાંથી અવાર-નવાર એવા વીડિયો વાયરલ થતા હોય છે જે અચરજ પમાડે અને ફની (Funny Videos) પણ હોય છે. જંગલોમાં ઘણા પ્રકારના દેડકા (Frog Viral Video)જોવા મળે છે, કેટલાક એવા છે જે જંગલ સાથે એટલા મળતા આવે છે કે દેડકા ક્યાં બેઠેલા છે તે જાણી શકાતું નથી. ઘણા દેડકા એટલા ઝેરી હોય છે કે તેમનું ઝેર માણસોને મારી શકે છે.

જંગલમાં, ગમે ત્યારે, ગમે ત્યાં કંઈપણ થઈ શકે છે, જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આવા જ એક દેડકાનો વીડિયો(Amazing Viral Videos) સામે આવ્યો છે. એવું લાગે છે કે દેડકાની અંદર કોઈ બલ્બ ફિટ કર્યો હોય, પરંતુ મામલો અલગ છે.

આ વીડિયો (Funny Viral Videos) માત્ર 15 સેકન્ડનો છે. આમાં એવું જોવા મળે છે કે દેડકાના પેટના ભાગમાં એક લાઇટ ચાલુ બંધ થાય છે. બની શકે છે કે પહેલીવાર એવું વિચારવામાં આવે કે આ દેડકા કોઈ અલગ પ્રકારનું હોઈ શકે છે. પણ એવું કંઈ નથી. આ વીડિયો લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

તો આખરે છે શું ?

આ વીડિયોમાં દેડકાની અંદર જે લાઈટ ચમકી રહી છે તે પ્રકાશ તેનો પોતાનો નથી પરંતુ તે લાઈટ જૂગનું(Firefly)ની છે જેને તેણે ગળી લીધું છે. તે તેના પેટની અંદર ઝળકે છે. એવું લાગે છે કે તે પ્રકાશ દેડકાનો છે. આ વીડિયો જોઈને પહેલા તો લોકો વિશ્વાસ જ ન કરી શક્યા કે ભાઈ, દેડકાએ ફાયરફ્લાય ગળી લીધુ છે.

આ વીડિયોને ટ્વીટર (Twitter) પર Science girl નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. ત્યારે પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે The frog who swallowed a firefly. આ ટ્વીટ પર ઘણા લોકોએ રિટ્વિટ કરી છે અને પુછી રહ્યા છે કે શું ખરેખર આવુ થયું છે.

આ પણ વાંચો: Tunnel Farming: ખેડૂતો ખેતીમાં વધુ સારૂ ઉત્પાદન અને નફો મેળવવા અપનાવી શકે છે આ અનોખી પદ્ધતિ

આ પણ વાંચો: Bulli Bai Case: આરોપી નેપાળી યુવકનો મુંબઈ પોલીસને પડકાર, ફ્લાઇટની ટિકિટ મોકલો તો સરેન્ડર કરી દઈશ, ISI ફંડિંગની શંકા

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">