છોકરીઓએ એવા શબ્દોનાં પ્રયોગ કર્યા કે વિદ્યાર્થીઓ ઉપડ્યા પ્રિન્સીપાલ પાસે, જાણો કયા શબ્દોએ સર્જ્યુ શાળામાં મહાભારત

છોકરીઓએ એવા શબ્દોનાં પ્રયોગ કર્યા કે વિદ્યાર્થીઓ ઉપડ્યા પ્રિન્સીપાલ પાસે, જાણો કયા શબ્દોએ સર્જ્યુ શાળામાં મહાભારત
students complained to the principal

સોશિયલ મીડિયા (Social Media) પર એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાળાના ધોરણ 7ની વિદ્યાર્થિઓએ વિદ્યાર્થિનીઓ વિરુદ્ધ પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. તે કહે છે કે, છોકરીઓ તેમને ખોટા નામથી બોલાવે છે.

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

May 12, 2022 | 5:05 PM

Student Wrote Letter: ઘણીવાર જ્યારે ક્લાસમાં છોકરી અને છોકરાઓ વચ્ચે બોલાચાલી થાય છે ત્યારે મામલો ટીચરથી લઈને પ્રિન્સિપાલ સુધી પહોંચે છે. શાળાના વર્ગોમાં આ ખૂબ જ સામાન્ય છે, પરંતુ સોશિયલ મીડિયા (Social Media) પર એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને પત્ર લખીને માંગ કરી છે કે વિદ્યાર્થીનીઓ તેમની માફી માંગે. કારણ કે છોકરીઓ તેમને ખોટા નામથી બોલાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલી તસવીર ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લાની છે. આ મામલો ઔરૈયા જિલ્લાના તૈયાપુર સ્થિત જવાહર નવોદય વિદ્યાલયનો (Jawahar Navodaya Vidyalaya) છે.

વિદ્યાર્થીઓએ છોકરીઓ વિરુદ્ધ લખ્યો પત્ર

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ પત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે, વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને લખેલા પત્રમાં લખ્યું છે, ‘વર્ગ 7ની છોકરીઓ છોકરાઓની માફી માંગે’. આ પછી, વિદ્યાર્થીઓએ વિગતોમાં લખ્યું કે, ‘સર, એક નમ્ર વિનંતી છે કે અમે ધોરણ-7ના વિદ્યાર્થીઓ છીએ. છોકરીઓ અમને ખોટા શબ્દો કહે છે. જેમ કે- લલ્લા, પાગલ, ઓકાતમાં રહો. અને છોકરાઓના નામ બગાડે છે. ડામર અને રસગુલ્લા, લલ્લાની જેમ રહો. છોકરીઓ વર્ગમાં અવાજ કરે છે અને ગીતો ગાય છે અને ડાયલોગ બાજી કરે છે. ‘ઓમ ફોમ’ અવાજ કરે છે.

આચાર્યને ફરિયાદ કર્યા બાદ લખી હતી આ વાત

વિદ્યાર્થીઓએ તેમના પત્રમાં વર્ગની છોકરીઓના નામ પણ લખ્યા હતા. અંતે, વિદ્યાર્થીઓએ લખ્યું, ‘વર્ગ 7માં બૂમો પાડતી છોકરીઓના નામ -‘ આ પત્ર હવે ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ પત્રની તસવીર વાંચીને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘લે ભૈયા ઉમ્ફો.’ કેટલાક લોકો આ પત્ર પર વિશ્વાસ નથી કરી રહ્યા. અન્ય એક યુઝરે લખ્યું, ‘હેન્ડરાઈટિંગ સાતમા ધોરણના છોકરાઓનું નથી લાગતું.’ હાલમાં Tv 9 આ પત્રની પુષ્ટિ કરતું નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ કથિત ફરિયાદ પત્ર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. સાથે જ યુઝર્સ પણ આના પર સંપૂર્ણ પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું, ‘મામલો ખૂબ જ ગંભીર છે. વિદ્યાર્થીઓએ કરેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કર્યા બાદ જ કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવે. બંને પક્ષોની દલીલો સાંભળવી જોઈએ, ત્યારબાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાશે. અન્ય એક યુઝરે લખ્યું, ‘આ સમસ્યાનો ઉકેલ કોઈની પાસે નથી, કારણ કે આ અનંતકાળથી થઈ રહ્યું છે.’

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati