Video : નેત્રહીન બાળકીએ સુંદર રીતે વગાડ્યો પિયાનો, વીડિયો તમને મંત્રમુગ્ધ કરી દેશે

|

Feb 13, 2022 | 3:22 PM

આંખો ન હોવા છતાં પણ છોકરીએ જીવનમાં હાર ન માની અને પરિણામ એ આવ્યું કે આજે તેની પાસે એક અદ્ભુત પ્રતિભા છે, જેના કારણે તે વિશ્વમાં પોતાનું નામ બનાવી શકે છે અને એક ઉદાહરણ બની શકે છે.

Video : નેત્રહીન બાળકીએ સુંદર રીતે વગાડ્યો પિયાનો, વીડિયો તમને મંત્રમુગ્ધ કરી દેશે
The blind girl played the piano beautifully

Follow us on

વિશ્વમાં પ્રતિભાશાળી બાળકોની કોઈ કમી નથી. તેઓ પોતાની પ્રતિભાથી લોકોને ચોંકાવી દે છે. થોડા વર્ષો પહેલા બાળકોમાં ગાયન અને નૃત્ય પ્રત્યે એટલો ક્રેઝ ન હતો, પરંતુ સોશિયલ મીડિયા (Social Media) આવ્યા બાદ બાળકોમાં જે અદભૂત પ્રતિભા જોવા મળી રહી છે તે આશ્ચર્યજનક છે. સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો અવારનવાર જોવા મળે છે, જેમાં નાના બાળકો ગીતો ગાતા, સંગીત વગાડતા અથવા ડાન્સ કરતા હોય છે.

આજકાલ આવો જ એક વીડિયો ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક છોકરી પિયાનો વગાડતી જોવા મળી રહી છે, પરંતુ આ વીડિયોની સૌથી ખાસ વાત એ છે કે પિયાનો વગાડતી છોકરી નેત્રહીન છે. છતાં તેના હાથ પિયાનો પર એટલી સુંદર રીતે ફરે છે કે જાણે તે બધું જોઈ રહી હોય.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

વીડિયોમાં તમે જોઈ શકો છો કે 7 વર્ષની છોકરી કેટલી સુંદર રીતે પિયાનો વગાડી રહી છે. તેનું અદ્ભુત સંગીત સાંભળીને કોઈપણ મંત્રમુગ્ધ થઈ શકે છે. પરંતુ નવાઈની વાત એ છે કે તે જોયા વગર આટલું સુંદર સંગીત કેવી રીતે વગાડી રહી છે. તે ચોક્કસપણે ભગવાન દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ તેમજ છોકરીની સખત મહેનત અને સમર્પણ છે. આંખો ન હોવા છતાં, તેણે જીવનમાં હાર ન માની અને તેનું પરિણામ એ આવ્યું કે આજે તેની પાસે એક અદ્ભુત પ્રતિભા છે, જેના કારણે તે વિશ્વમાં પોતાનું નામ બનાવી શકે છે અને એક ઉદાહરણ બની શકે છે.

આ અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે આ છોકરીનું નામ એપેક ન્યાસા ગોકર છે અને તે માત્ર 7 વર્ષની છે. તે ફક્ત તેના કાન પર આધાર રાખે છે, કારણ કે તે નેત્રહીન છે. પણ તેણે કેટલી સુંદર રીતે પિયાનો વગાડ્યો છે તેની વિશ્વને પ્રતીતિ થઈ ગઈ છે.

માત્ર 1 મિનિટના આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 88 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 18 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ આ વીડિયોને જોયા પછી જોરદાર પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો –

Knowledge: Apple ને સેવ તો Beer ને હિન્દીમાં શું કહેવાય ? 99 ટકા લોકો નહીં આપી શકે જવાબ

આ પણ વાંચો –

Viral: કાકાને દિપડાની સળી કરવી ભારે પડી, લોકોએ કહ્યું હવે કાકા જીવનભર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે

Next Article