‘હાસ્યનો ડાયરો’: આવો જવાબ મળે ત્યારે એવું થાય કે, કોઈ દિવસ કવિને વરસાદનું ન પુછવું….
ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા… —————————-
લાંબાને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએ સૂર્યોદયના સમયે….. માથાબોળ નાહીને ભીંજાયલા કેશની લટોમાં હાથ ફેરવીને…….. એના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોને હટાવીને…. એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપે ત્યારે…………..
જેટલું પાણી ઊડે……
એટલો વરસાદ કાલે અમારે ત્યાં
પડેલો😆😆😆🤣
સામેવાળો મનમાં બબડયો, “આજથી પાણી મૂક્યું. ગમે તે થાય પણ કોઈ દિ’ કોઈ કવિને પૂછવું નહીં કે તમારે ત્યાં મોસમનો પહેલો વરસાદ આવી ગ્યો કે નહીં?”…
😂🤣😂
———————-
એક મેડમનું નામ ‘નમ્રતા’ હતું….
તેના પતિ એને લાડથી “નમુ ” કહીને બોલાવતા… અને……
હંમેશા કે’તા કે “નમુ” મારી છે અને હું “નમુનો” છું….!!
😜😂
——————————
કુંવારાને ભાગીને લગન કરવા છે….!
જેના લગન થઇ ગયા છે એને ય ભાગવાનું મન થાય છે….!
🤣😂 —————————
મોટિવેશનલ સ્પીકરો તો હમણાં આવ્યાં.. 😏
બાકી અમે ભણતા ત્યારે લેસન વગર જવાનું થાય તો…. અંદરથી જ ખુદને જબરદસ્ત હિંમત આપતાં રહેતા કે….
મારશે ખરા.. પણ, મારી તો નહીં જ નાંખે….
😜
———————-
જીવનમાં યોગ્ય પાત્ર મળી જાય તો રોજ ‘વેલેન્ટાઈન ડે’.
આળસુ પાત્ર મળે તો ‘લેબર ડે’.
અપરિપક્વ પાત્ર મળે તો ‘ચાઈલ્ડ ડે’.
પરિપક્વ પાત્ર મળે તો ‘મધર્સ ડે’. અને……
………પાત્ર ન મળે તો રોજ ઇન્ડિપેન્ડન્સ ડે…
😂🤣😂 ————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)