TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: હજી બીજા 300 જેવા મહાન બની જાય તો આખું વરહ રજા મલી જાય…!!!!
ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
ક્લાસમાં ટીચરે ટપુડાને પુછ્યું-આજે દેશને શેની જરૂર છે?
ટપુડો- આજે દેશને બહાદુર અને મહાન 300 વ્યક્તિની જરૂર છે.
ટીચર- કેમ એવું..? 300 વ્યક્તિઓ જ કેમ ?
ટપુડો- 60-65 તો મહાન વ્યક્તિ તો છે જ…આપણા દેશમાં એમની જન્મજયંતી એ તો રજા આવે જ છે. ……….હજી બીજા 300 જેવા મહાન બની જાય તો આખું વરહ રજા મલી જાય…!!!!
😂🤣😂
———————-
શિક્ષકે પુછ્યું: સ્કૂલ એટલે શું?
બહુ સરસ જવાબ મળ્યો…..
સ્કૂલ એટલે એવી જગ્યા જ્યાં અમારા બાપાને લૂંટવામાં આવે છે…
અને અમને પીટવામાં આવે છે.
😜😂
——————————
કેટલાય વૈજ્ઞાનિક આવ્યા અને મેડલ લઈ લઈને વયા ગયા..
પણ, હજી સુધી એ લોકો એ નથી જાણી શક્યા કે…
નહાવાથી શરીર ચોખ્ખું થાય તો ટુવાલ મેલો કેમ થઈ જાય છે…
આનું સંશોધન નથી થયું..
🤣😂
—————————
લ્યો એક નવી સમસ્યા આવી….
બૈરાંઓની હવે એવી ડિમાન્ડ છે કે..
કુકર એવું હોવું જોઈએ કે-સીટીની સાથે નંબર પણ બોલે.. 1…2…3…એમ..
કેમ કે આ વોટ્સએપ અને ફેસબૂકના ચક્કરમાં સીટીયું પણ ભૂલાય જાય છે..!!
😜
———————-
સાહેબે એક ટેણિયાને ઝાપટ મારીને કહ્યું કે… ભવિષ્યકાળ બતાવ..
ટેણિયાએ કહ્યું: રિસેષમાં તમારા હોન્ડામાં હવા નહીં હોય….
🤣😂
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)