AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: તકલીફ તો પુરૂષોમાં જ છે, સાલાઓ ને ‘ફ્રુટસલાડ’ જ જોઈએ છે!!!

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: તકલીફ તો પુરૂષોમાં જ છે, સાલાઓ ને 'ફ્રુટસલાડ' જ જોઈએ છે!!!
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 9:19 AM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

—————————-

ટીચર: બોલ ભુરિયા ઈજિપ્તના મમી અને ભારતના મમ્મીમાં શું ફરક?

ભૂરો: ઈજિપ્તના મમીથી  છોકરા બીવે અને ઈન્ડિયાના મમ્મીથી છોકરાના પપ્પા બીવે

ટીચરે ભૂરાને ગળે લગાડી દીધો…

😂🤣😂

———————-

પતિ : જે ચારણીથી મારી પત્નીએ કડવા ચોથ પર મારૂં મોઢું જોયું હતું તે ચારણીથી અત્યારે હું લોટ ચાળું છું.

શું દશા બેઠી છે.

😜😂

——————————

પત્નીઓ ફળ જેવી મીઠી હોય છે.

કોઈ આંબા જેવી મીઠી, તો કોઈ કેળાના છોડ જેવી ઉંચી, કોઈ સફરજન જેવી લાલ, તો કોઈ ચીકુ જેવી રસ ભરેલી હોય છે, કોઈ પપૈયા જેવી ગરમ, તો કોઈ મોસંબી જેવી ખાટી-મીઠી, તો કોઈ જમરૂખ જેવી મસાલેદાર,

તકલીફ તો પુરૂષોમાં જ છે…… સાલાઓ ને ‘ ફ્રુટસલાડ’ જ જોઈએ છે…………..

🤣😂

—————————

એક દિવસ યમરાજ વાણિયાભાઈને લેવા આવ્યા…..

યમરાજ: કોઈ આખરી ઈચ્છા……..?

વાણિયાભાઈ: બસ…એટલી છે કે નરેન્દ્ર મોદીને ત્યાં પારણું બંધાય અને એમના દિકરાને રમાડવા જાઉં..

યમરાજ માટે 108 બોલાવવી પડી…

😜

———————-

મારી વાઈફ મને કહેતી હતી કે તમારા પ્રેમમાં હું બધું દુ:ખ દર્દ સહન કરી લઈશ…

પછી તો ચમચો ગરમ કરીને અડાડી દીધો…

(બે દિવસથી બોલચાલ બંધ છે)

🤣😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Follow Us
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
g clip-path="url(#clip0_868_265)">