Viral Video : સ્કૂલે આવેલા બાળકોનું કરવામાં આવ્યુ જોરદાર સ્વાગત, વિડીયો જોઈને તમે પણ ખુશ થઈ જશો
ડેનમાર્કની એક શાળામાં બાળકોનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Viral Video : કોઈપણ વ્યક્તિ માટે તેની શાળા સૌથી યાદગાર જગ્યા હોય છે. શાળા સાથે જોડાયેલી ઘણી બાળપણની(Childhood) યાદો હોય છે, જે વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેય ભૂલતી નથી. પરંતુ જ્યારે એક નાનું બાળક શાળામાં પોતાનું પહેલું પગલું ભરે છે, ત્યારે તેના માટે બધું જ વિચિત્ર હોય છે કારણ કે તે પહેલા તેનો સમય ઘરે રમવામાં પસાર થયો હોય છે. આવી સ્થિતિમાં ઘણા બાળકો શાળાથી ખૂબ ડરે છે. પરંતુ આ દિવસોમાં એક શાળાનો ખૂબ જ સુંદર વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ (Viral Video) રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક નાના બાળકો પ્રથમ વખત શાળાએ જઈ રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે બાળકો શાળાનું નામ સાંભળતા જ ડરવા લાગે છે. આવી સ્થિતિમાં જ્યારે બાળકો પ્રથમ વખત શાળામાં પ્રવેશ કરે છે, ત્યારે તેમની લાગણીઓનો અંદાજ લગાવવો થોડો મુશ્કેલ છે. પરંતુ વિડીયોમાં જોવા મળે છે કે શાળાના જૂના વિદ્યાર્થીઓ શાળામાં પ્રથમ વખત ભણવા આવતા નાના બાળકનું ઉષ્માભર્યું સ્વાગત કરી રહ્યા છે.
First day of school in Denmark = a rockstar welcome. Older students welcome and cheer on the new (little) ones into their new school. (🎥Keri.bloomfield)
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) August 28, 2021
આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે
વીડિયોમાં જોવા મળે છે કે, બાળકો તેમના વાલીઓ સાથે શાળામાં પ્રવેશ કરી રહ્યા છે, જ્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગેટ (Gate) પર ઉભા રહીને નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તાળીઓ વગાડીને તેનું સ્વાગત કરી રહ્યા છે, આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે, લોકો આ વીડિયોને (Video)એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
આ પણ વાંચો: Viral Video: શાકમાંથી વધારાનુ તેલ કાઢવાનો જોરદાર નુસખો, લોકો બોલ્યા ગજબનો છે આ દેશી જુગાડ
આ પણ વાંચો: WOW કરોળીયાએ કોઇ મશીનની જેમ બનાવી જાળ, વીડિયોમાં તેની સુંદરતા જોઇ લોકો થયા દિવાના