WOW કરોળીયાએ કોઇ મશીનની જેમ બનાવી જાળ, વીડિયોમાં તેની સુંદરતા જોઇ લોકો થયા દિવાના
આ મજેદાર વીડિયોને સોશિયલ મીડિયા પર Buitengebieden નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે જેને લાખોમાં વ્યૂઝ પણ મળી ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પર જીવ જંતુઓ અને પ્રાણીઓના અવનવા વીડિયો ખૂબ વાયરલ થાય છે. તેમાં કેટલાક વીડિયો ખૂબ ક્યૂટ હોય છે. કેટલાક વીડિયો એટલા મજેદાર હોય છે કે જેને જોઇને તમારો દિવસ સુધરી જાય તો જ્યારે કેટલાક વીડિયો એવા પણ હોય છે જેને જોઇને તમે ચોંકી જાવ. હાલના દિવસોમાં કરોળીયાનો એક એવો જ વીડિયો વાયરલ થયો છે જેને જોઇને તમે પણ ચોંકી ઉઠશો
આમ તો તમે કરોળીયાઓ બનાવેલો જાળો ઘણી વાર જોયો હશે. પરંતુ તમે ક્યારે કરોળીયાને જાળ બનાવતા નહી જોયો હોય. આજે અમે તમારા માટે જે વીડિયો લઇને આવ્યા છીએ તેમાં તમે જોશો કો કરોળીયો કેટલી સુંદરતાથી પોતાનો જાળ બનાવે છે.
વીડિયોમાં તમે જોઇ શકો છો કે કરોળીયાએ જાળ બનાવવાનું શરૂ કરે છે અને ફક્ત 2 જ મિનીટમાં કોઇ મશીનની ગતીએ તે આખો જાળ બનાવી દે છે. કરોળીયાનો જાળ જોઇને લાગે છે કે જાણે તેના શરીરમાં કોઇ મશીનરી ફીટ કરી હોય.
Spider weaving a web.. 👌 pic.twitter.com/lIIG02DOc2
— Buitengebieden (@buitengebieden_) August 30, 2021
સોશિયલ મીડિયા પર આ વીડિયોને લોકો દ્વારા ખૂબ પસદ કરવામાં આવ્યો છે. એજ કારણ છે કે લોકોએ તેના પર મજેદાર કોમેન્ટ્સ કરી છે. એક યૂઝરે લખ્યુ કે, ‘WOW!મને ખબર ન હતી કે કરોળીયો આટલી ઝડપથી જાળ બનાવે છે. ત્યાંજ અન્ય એક યૂઝરે લખ્યુ કે, કરોળીયાને આટલુ ઝડપી અને ચોક્કસાઇપૂર્વક કામ કરતા પહેલી વાર જોયુ. આ સિવાય પણ લોકોએ પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે.
તમારી જાણકારી માટે જણાવી દઇએ કે, આ મજેદાર વીડિયોને સોશિયલ મીડિયા પર Buitengebieden નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે જેને લાખોમાં વ્યૂઝ પણ મળી ચૂક્યા છે.
આ પણ વાંચો –
Tokyo Paralympics 2020 : 10 મીટર મિક્સ એર રાઇફલમાં અવનિ લેખરા ચૂકી નિશાન, અન્ય શૂટરોએ પણ કર્યા નિરાશ
આ પણ વાંચો –
Tokyo Paralympics Schedule: ભારતીય એથ્લેટ પાસે આજે મેડલ અભિયાનને ડબલ ફિગરથી આગળ વધારવાની આશા, જાણો આજનુ શિડ્યુલ
આ પણ વાંચો –