ન્યુઝીલેન્ડને જવાબ આપવાના ચક્કરમાં પાકિસ્તાને પોતાની જ કરી નાખી ફજેતી! યુઝર્સ આ રીતે ઉડાવી રહ્યા છે મજાક

તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં અંગ્રેજી શબ્દનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં Fullને બદલે Fool શબ્દ લખવામાં આવ્યો હતો. આ ટ્વીટ થતાં જ યુઝર્સ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ.

ન્યુઝીલેન્ડને જવાબ આપવાના ચક્કરમાં પાકિસ્તાને પોતાની જ કરી નાખી ફજેતી! યુઝર્સ આ રીતે ઉડાવી રહ્યા છે મજાક
social media users troll pak cricket board

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા મોટો ફટકો પડ્યો છે, કારણ કે ન્યુઝીલેન્ડે સુરક્ષા કારણોસર પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે.

ન્યૂઝીલેન્ડે (BLACKCAPS) ટ્વીટ કરીને લખ્યું હતુ કે તેમની ટીમના સલાહકારોની સૂચના પર તેઓએ આ સિરીઝમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. આ ટ્વીટ સામે આવતાં જ પાકિસ્તાને (Pakistan) ઉતાવળમાં આવીને કંઈક એવું કર્યું કે હવે સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડી રહી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ

તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં અંગ્રેજી શબ્દનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં Fullને બદલે Fool શબ્દ લખવામાં આવ્યો હતો. આ ટ્વીટ થતાં જ યુઝર્સ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ.

યુઝર્સ સોશિયલ મીડિયા પર આ રીતે ઉડાવી રહ્યા છે મજાક

આ પહેલા પાકિસ્તાની ખેલાડીઓને પણ યુઝર્સે ટ્રોલ કર્યા

યુઝર્સ આ ટ્વીટ શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં કેટલાક યુઝર્સ પાકિસ્તાન સરકારની ફૂલ પ્રૂફ સુરક્ષા વ્યવસ્થા પર કેટલાક રમુજી મીમ્સ (Funny Memes) પણ શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અંગ્રેજી બોલવાના ચક્કરમાં ઘણા પાકિસ્તાની ખેલાડીઓને પણ યુઝર્સે ટ્રોલ કર્યા છે.

આ પણ વાંચો: Video : યુવકે ચાલતી ટ્રેનમાં કર્યા ખતરનાક સ્ટંટ , વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો: Video : પત્નીનો ચહેરો કાળો કરવા ગયો હતો આ પતિ ! પરંતુ બાદમાં જે થયુ એ જોઈને તમે પણ ચોંકી જશો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati