AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોશિયલ મીડિયા પર છોકરીએ અમિતાભ બચ્ચન વિશે એવું તો શું કહ્યું કે લોકો પેટ પકડીને હસવા લાગ્યા? – જુઓ Video

હાલમાં સોશિયલ મીડિયા પર એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ છોકરી બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ઓળખતી નથી પણ તેમને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે. હવે આ છોકરી શા માટે 'બિગ-બી'ને મળવા માંગે છે, તે જાણશો તો તમે હસીને લોટપોટ થઈ જશો.

સોશિયલ મીડિયા પર છોકરીએ અમિતાભ બચ્ચન વિશે એવું તો શું કહ્યું કે લોકો પેટ પકડીને હસવા લાગ્યા? - જુઓ Video
Follow Us:
| Updated on: Jun 25, 2025 | 6:03 PM

ડેનમાર્કના કોપનહેગનમાં રહેતી ફ્રેડરિક નામની એક છોકરી ભારતીય બ્રાન્ડના પાપડની મોટી ચાહક બની ગઈ છે. તાજેતરમાં, તેણે પોતાનો જુસ્સો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

વિદેશી છોકરીએ એક લોકપ્રિય પાપડના બ્રાન્ડની પ્રશંસા તો કરી છે પણ ભૂલથી બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને પાપડ બનાવનાર સમજી લીધો છે. આ ગેરસમજને કારણે ઇન્ટરનેટ પર લોકોએ રમૂજ કોમેન્ટો પાસ કરી છે.

શ્રાવણ મહિનામાં આ સ્થળોએ દીવા પ્રગટાવો, ભાગ્યના ખુલશે દ્વાર
વરસાદમાં ભીના શૂઝ પહેરવાથી પગમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે, જાણો તેનાથી કેવી રીતે બચવું
સવાર-સવારમાં ગાય દરવાજે આવીને ઉભી રહે તો કઈ વાતનો સંકેત મળે છે?
લગ્નના 7 વર્ષ બાદ અલગ થયું આ સ્ટાર કપલ,જુઓ પરિવાર
10 વર્ષ ડેટ કરી લગ્ન કર્યા, હવે 7 વર્ષ બાદ અલગ થવાનો લીધો નિર્ણય જુઓ સાયના નહેવાલનો પરિવાર
આજનું રાશિફળ તારીખ : 14-07-2025

ફ્રેડરિકે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @bhukkad_bidesi પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે એક લોકપ્રિય પાપડ બ્રાન્ડનું પેકેટ બતાવ્યું છે. વીડિયોમાં, છોકરી પેકેટ પર અમિતાભ બચ્ચનના ફોટો તરફ ઈશારો કરીને કહે છે કે, “આ માણસના પાપડ ખરેખર સારા છે. શું કોઈને ખબર છે કે, હું આ બ્રાન્ડના પાપડ ક્યાંથી લઈ શકું? જો કોઈને ખબર હોય, તો કૃપા કરીને મને જણાવો કારણ કે મારી પાસે આ બ્રાન્ડના પાપડ પૂરા થઈ રહ્યા છે.”

View this post on Instagram

A post shared by Frederikke (@bhukkad_bidesi)

છોકરીએ આગળ કહ્યું કે, તેણે આ પાપડ નેપાળથી ખરીદ્યા હતા. જો કે, આ પાપડ કોપનહેગનમાં ક્યાંય ઉપલબ્ધ નથી. તેણે એ પણ કહ્યું કે, મારો સ્ટોક ખતમ થઈ રહ્યો છે, જો કોઈને ખબર હોય કે આ પાપડ ક્યાંથી મળશે અથવા કોણ બનાવે છે, તો કૃપા કરીને મને જણાવો.

ફ્રેડરિકની પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ અને કોમેન્ટ સેક્શન રમુજી ટિપ્પણીઓથી ભરાઈ ગયું. આ પછી ભારતીય નેટીઝન્સે અમિતાભ બચ્ચન દ્વારા પ્રમોટ કરાયેલ વિવિધ બ્રાન્ડ્સ અને સરકારી કાર્યક્રમોને ટાંકીને તેમની મજા લેવાની શરૂ કરી.

યુઝર્સે મજા લીધી

એક યુઝરે મજાકમાં કહ્યું કે, બચ્ચન સાહેબ આપણને ઓનલાઈન સ્કેમથી બચાવે છે. બીજા યુઝરે કહ્યું કે, આ એ જ વ્યક્તિ છે કે, જે નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ પર બાસમતી ચોખા ઉગાડે છે. આ સિવાય અન્ય યુઝરે કહ્યું કે, આ વ્યક્તિએ મારો જીવ બચાવ્યો છે અને મને પોલિયોના બે ટીપાં પણ પીવડાવ્યા છે.

ઘણા યુઝર્સ અમિતાભ બચ્ચનને ટેગ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે સાહેબ, હવે ફક્ત તમે જ આ છોકરીની મદદ કરી શકો છો. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનો વિષય પણ બન્યો છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસ પણ કુદી પડી, અમૃતિયાને આપી ચેલેન્જ
ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસ પણ કુદી પડી, અમૃતિયાને આપી ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">