વાયરલ વીડિયો: ખેતરમાં સિંહણોની જમાવટ, કોઈ પણ ડર વગર ફોટો પડાવવા પહોંચ્યો યુવક
હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સિંહણોની ખેતરમાં જમાવટના નજારા જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર રોજ ચોંકાવનારા વીડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓ હુમલાના વીડિયો પણ વાયરલ થતા હોય છે પણ કેટલાક જંગલી પ્રાણીઓના વીડિયો એવા પણ હોય છે, જેમાં કેટલાક વ્યક્તિઓ તેમની પાસે પણ જતા દેખાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સિંહણોની ખેતરમાં જમાવટના નજારા જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ ચોંકાવનારો વાયરલ વીડિયો ગુજરાતનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સિંહ-સિંહણ જંગલમાં જોવા મળે છે. કેટલીકવાર આવા જંગલી પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં પણ જોવા મળે છે પણ આ વાયરલ વીડિયોમાં કેટલીક સિંહણો ખેતરમાં ફરતી જોવા મળે છે. સામાન્ય રીતે લોકો આવા નજારા જોવા મળે તો લોકો ત્યાંથી દૂર ભાગે છે પણ આ વીડિયોમાં એક વ્યક્તિ કોઈપણ પ્રકારના ડર વગર તે સિંહણોનો ફોટો પાડવા માટે ખેતરમાં તેમની નજીક જાય છે. તે વ્યક્તિને સિંહણો કોઈ નુકશાન પહોંચાડતી નથી. વાયરલ વીડિયોમાં આ વ્યક્તિને કોઈપણ પ્રકારના ડર વગર ફોટો પાડતા જોઈ શકાય છે, હેરાન કરવા વાળી વાત એ છે કે તેનાથી થોડે દૂર એક સિંહણ આરામથી બેઠી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વ્યક્તિની હિંમતની પ્રસંશા કરી રહ્યા છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Another day in Gujarat,India. pic.twitter.com/QGeGTswN1X
— Susanta Nanda (@susantananda3) November 27, 2022
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવા નજારા ફક્ત ગુજરાતમાં જ જોવા મળે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવી હિંમત કોઈ સિંહની ઓલાદ જ કરી શકે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ…સિંહણોની જમાવટ.