વાયરલ વીડિયો : ગાયની છેડતી કરવી ભારે પડી, લોકો એ કહ્યુ – આ કર્મોનું ફળ મળ્યુ છે

હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈને એક સમય માટે તમે દંગ રહી જશો અને પછી હસી હસીને લોટ પોટ થઈ જશો.

વાયરલ વીડિયો : ગાયની છેડતી કરવી ભારે પડી, લોકો એ કહ્યુ - આ કર્મોનું ફળ મળ્યુ છે
Shocking Viral video
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Oct 01, 2022 | 11:49 PM

Funny Video : પુરાણોમાં અને વડીલો દ્વારા આપણને હમેશા શીખવામાં આવે છે કે કર્મ કરો પણ ફળની ચિંતા ન કરો. પણ સાથે સાથે એ પણ સમજવાની જરુર છે કે જેવા કર્મ કરશો, તેવું જ ફળ મળશે. ખોટા કર્મનું ખરાબ ફળ અને સારા કર્મનું સારુ ફળ મળે છે. પણ કેટલાક કર્મોના ફળ તરત જ મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈને એક સમય માટે તમે દંગ રહી જશો અને પછી હસી હસીને લોટ પોટ થઈ જશો.

વાયરલ વીડિયોમાં એક ફાર્મનો નજારો જોઈ શકાય છે. એક ગાય, યુવકેને જોઈને કિનારા પર જવાનો પ્રયત્ન કરે છે. પણ તે દરમિયાન તે યુવકને મસ્તી સુઝે છે. તેની છેડતીને કારણે તે ગાય યુવકને લાત મારી દે છે. ગાયના ગુસ્સાનો પ્રકોપ તે યુવકને ભોગવવો પડે છે. તે યુવક હવામાં ઉછળી જાય છે. અને સીધા મોઢાએ નીચે પડે છે. આ વીડિયો પરથી બોધપાઠ પણ મળે છે કે જીવનમાં કોઈની છેડતી ન કરવી જોઈએ.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Unexpectedvid_1 નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, જીવનમાં ક્યારે પણ કોઈની પણ છેડતી ન કરવી જોઈએ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ કર્મોનું તરત ફળ મળ્યુ. આવી અનેક રમૂજી કોમેન્ટ આ વીડિયો પર જોવા મળી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati