Live મેચમાં ગોલકીપર પર ડોલથી થયો હુમલો, ફેન્સે મચાવેલી ધમાલનો ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

જીત મળશે તો તે દરેકને પોતાની જીત લાગશે અને હાર મળશે તો તે સૌની આંખમાં નિરાશા-આંશુ જોવા મળશે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

Live મેચમાં ગોલકીપર પર ડોલથી થયો હુમલો, ફેન્સે મચાવેલી ધમાલનો ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
Goalkeeper tom glover injuryImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2022 | 9:22 PM

કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડકપ 2022 હાલમાં અંતિમ તબક્કામાં છે. તે બધા વચ્ચે એક ફૂટબોલ મેચનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફૂટબોલની મેચ દરમિયાન બે ટીમના ખેલાડીઓ જ નથી રમતા, ફૂટબોલની રમતમાં કોચ, સપોર્ટ સ્ટાફ અને તે ટીમના ફેન્સ સમાન રીતે ભાવનાત્મક રુપમાં જોડાયેલા હોય છે. જીત મળશે તો તે દરેકને પોતાની જીત લાગશે અને હાર મળશે તો તે સૌની આંખમાં નિરાશા-આંશુ જોવા મળશે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

વાયરલ થયેલો વીડિયો ઓસ્ટ્રેલિયાનો છે. ઓસ્ટ્રેલિયામાં ચાલતા ફૂટબોલના A લીગની મેચ દરમિયાન આ ભયાનંક ઘટના બની હતી. આ મેચ મેલબર્ન સિટી અને મેલબર્ન વિક્ટ્રી વચ્ચે રમાઈ રહી હતી. આ મેચ દરમિયાન બંને ટીમોના ફેન્સ A લીગના પ્રમુખોના એક નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. A લીગના પ્રમુખોએ નિર્ણય કર્યો હતો કે આગામી ત્રણ વર્ષ સુધી આ લીગની ફાઈનલ સીરીઝની મેચોની યજમાની સિડનીને સોંપવામાં આવશે. આ જ નિર્ણયનો વિરોધ મેલબર્નની આ મેચ દરમિયાન ફેન્સ કરી રહ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ રહ્યા મેચ દરમિયાનના ચોંકાવનારા વીડિયો

આ મેચ દરમિયા મેલબર્ન સિટીના ગોલ પોસ્ટની પાછળથી મેલબર્ન વિક્ટ્રીના કેટલાક ફેન્સે મેદાન પર ફ્લેયર ફેંક્યુ , જેના કારણે મેદાન પર ધુમાડો થયો. મેલબર્ન સિટીના ગોલકીપર ટોમ ગ્લોવર એ ફ્લેયર ફરી ફેન્સ પર ફેંકી દીધુ. જેના કારણે ફેન્સ ગુસ્સામાં આવીને મેદાન તરફ દોડયા. સુરક્ષાકર્મીઓને દૂર કરીને બેરિકેડિંગ તોડીને ફેન્સ મેદાનમાં દોડી આવ્યા. તે દરમિયાન કેટલાક લોકો એ ગોલકીપર પર ડોલથી હુમલો પણ કર્યો. આ હુમલાને કારણે ગોલકીપરની આંખ પાસેથી લોહી નીકળવા લાગ્યુ. તે દરમિયાન તેના પર 2-3 વાર ડોલ મારવામાં આવી. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી.

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને લઈને પોતાના રોષ વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ ખરાબ થયુ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ફૂટબોલ મિત્રતા વધારવા માટેની રમત છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખેલાડી અને દર્શકો બંનેનું વર્તન ખરાબ હતુ .

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">