Viral Video: પૂરનું ભયાનક દ્રશ્ય! 7 સેકન્ડમાં 5 માળની ઇમારત નદીમાં ડૂબી ગઈ, ખાલી ખોખાંની જેમ તણાઈ
વાયરલ થઈ રહેલા 19 સેકન્ડના વીડિયોમાં, પાંચ માળની એક નિર્માણાધીન ઇમારત થોડી જ વારમાં નદીમાં ડૂબતી જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અચાનક આવેલા પૂરને કારણે ઇમારતની નીચેની જમીન તૂટી પડી અને આખું સ્ટ્રક્ચર નજીકની નદીમાં ડૂબી ગયું.

દક્ષિણ ચીનમાંથી સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં મુશળધાર વરસાદ અને ભીષણ પૂરને કારણે નિર્માણાધીન પાંચ માળની ઇમારત થોડી જ વારમાં નદીમાં ડૂબતી જોવા મળે છે. આ હૃદયદ્રાવક ઘટના ચીનના ઝિંઝોઉ શહેરમાં લેંગશુઈ નદી પાસે બની હતી. સદનસીબે તે સમયે ઇમારતમાં કોઈ હાજર નહોતું.
આખું સ્ટ્રક્ચર નજીકની નદીમાં ડૂબી ગયું
પૂરના ભયાનક દ્રશ્યનો આ વીડિયો સોશિયલ સાઈટ X પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દક્ષિણ ચીનમાં અચાનક આવેલા પૂરને કારણે ઇમારતની નીચેની જમીન ધસી પડી, જેના કારણે આખું સ્ટ્રક્ચર નજીકની નદીમાં ડૂબી ગયું. વીડિયોમાં ઇમારત માત્ર 7 સેકન્ડમાં ગાયબ થતી જોઈ શકાય છે.
વાયરલ થઈ રહેલા 19 સેકન્ડના વીડિયો ક્લિપમાં, રસ્તાની બાજુમાં નિર્માણાધીન પાંચ માળની ઇમારત જોઈ શકાય છે. બીજી જ ક્ષણે ઇમારતનો નીચેનો ભાગ તૂટી પડે છે, અને થોડી જ વારમાં આખી ઇમારત નજીકની નદીમાં ડૂબી જાય છે. રાહતની વાત એ છે કે તે સમયે ઇમારતની અંદર કોઈ હાજર નહોતું.
જુઓ વીડિયો….
#BREAKING: Five-story building under construction collapses into river as flash floods erode ground beneath it in southern China. #China #Floods #BuildingCollapse #ChinaFlood #Rain pic.twitter.com/1TM2X1wlZH
— UP BK NEWS (@UP_BKSH) July 4, 2025
(Credit Source: @UP_BKSH)
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર 30 જૂનથી 1 જુલાઈ દરમિયાન ભારે વરસાદને કારણે ઝિંઝોઉમાંથી વહેતી લેંગશુઈ નદીમાં 2005 પછીનો સૌથી ભયાનક પૂર આવ્યું હતું. જળ સંસાધન મંત્રાલયે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો: મગજ જોરદાર ચલાવ્યું, પ્લાસ્ટિક ભંગારમાંથી બોટલો કાઢીને બનાવી ક્રિકેટ પીચ, નદીની અંદર રમ્યા ક્રિકેટ, Watch Video
આ પણ વાંચો: Flirting Viral Video: મેટ્રો ટ્રેનમાં ગર્લે અજાણ્યા છોકરા સાથે કર્યું ફ્લર્ટ, જોવાલાયક છે રિએક્શન
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.