આ દિવસોમાં સોશિયલ મીડિયામાં એકથી એક જબરદસ્ત વીડિયો વાયરલ થતા હોય છે. લોકો માટે પોતાના ટેલેન્ટને લોકો સુધી પહોચાડવાનું સોશિયલ મીડિયા માધ્યમ બની ગયુ છે. ત્યારે આપણે ઘણી વાર બાઈક સ્ટંટના વીડિયો જોતા હોઈએ છે. ત્યારે તેવો જ એક બાઈક વીડિયો આજે સામે આવ્યો છે.
જો કે આ વીડિયો બાઈક ચલાવતી મહિલાનો છે. બાઇક ચલાવતી મહિલાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, વાયરલ ક્લિપમાં જ્યાં મહિલા બાઇક ચલાવતી જોવા મળે છે તે સ્થાને નેટીઝન્સ આ વીડિયો જોઈ દંગ રહી ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જો આ મહિલાએ બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હોત તો તે સીધી ખાઈમાં પડી ગઈ હોત. આ વીડિયો જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ છે.
View this post on Instagram
વાયરલ થઈ રહેલા વીડિયોમાં લાલ જેકેટમાં એક મહિલા બાઇક પર બેઠેલી જોવા મળી રહી છે. બીજી જ ક્ષણે કેમેરાનો એંગલ બદલાઈ જાય છે અને તમે આગળનો નજારો જોઈને દંગ રહી જશો. સ્ત્રી આ માર્ગ પરથી નીચે જવાનું શરૂ કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે થોડી ભૂલ અને મહિલા બાઇક સાથે સેંકડો ફૂટ નીચે પડી શકે છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ યૂઝર્સ વાયરલ ક્લિપ વિશે ચોક્કસથી અલગ-અલગ વાતો કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @rising.tech મહિલાનો વીડિયો શેર કરીને યુઝરે પૂછ્યું છે કે, શું તમે અહીં બાઇક ચલાવવાનું પસંદ કરશો. થોડા કલાકોમાં, વિડિઓ પર છ હજારથી વધુ લાઇક્સ આવી છે, જ્યારે નેટીઝન્સ ચોંકી ગયા છે અને તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.
કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, મહિલા જ્યાં બાઇક ચલાવી રહી છે ત્યાંથી સ્વર્ગનો રસ્તો માત્ર એક ફૂટ દૂર છે. તે જ સમયે, અન્ય યુઝરે કમેન્ટ કરી છે કે, ભાઈ… મરવાના હજાર રસ્તા હોઈ શકે છે. આ વિડિયો તેમાંથી માત્ર એક રસ્તો છે. અન્ય યુઝર કહે છે, તે એક મહિલા છે, ભાઈ કંઈ પણ કરી શકે છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો