Shocking Video : આ યુવતી કરે છે 3D મેકઅપ, વીડિયો જોઈ દંગ રહી ગયા યુઝર્સ

Weird Art Viral Video: સોશિયલ મીડિયા પર રોજ અનેક કલાકારોના ટેલેન્ટનું પ્રદર્શન કરતો વીડિયો વાયરલ થતો હોય છે. આ વાયરલ વીડિયોમાં તે કલાકારોની અદ્દભુત કલાકારીગરી જોવા મળે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Shocking Video : આ યુવતી કરે છે 3D મેકઅપ, વીડિયો જોઈ દંગ રહી ગયા યુઝર્સ
Shocking Video Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 7:07 PM

ભારત સહિત આખી દુનિયામાં અનેક ટેલેન્ટેડ લોકો રહે છે. કેટલાક લોકો જન્મથી જ ટેલેન્ટેડ હોય છે, કેટલાકને વારસામાં જ ટેલેન્ટની ભેટ તેમના વડીલો તરફથી  મળતી  હોય છે અને કેટલાક લોકો પોતાની અંદરનું ટેલેન્ટ પોતે શોધતા હોય છે. આવા અનેક ટેલેન્ટેડ લોકો માટે સોશિયલ મીડિયા એક મહત્વનું પ્લેટફોર્મ બની ગયું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયાભરના અનેક લોકો પોતાનું ટેલેન્ટ આખી દુનિયા સામે મુકે છે. હાલમાં આવા જ એક ટેલેન્ટેડ કલાકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા હતા.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે એક યુવતી પોતાના પગને કેનવાસ બનાવીને તેના પર વિચિત્ર આર્ટ બનાવી રહી છે. ટામેટા અને બ્રેડવાળા આર્ટ જોઈને લાગી રહ્યું છે જાણે કોઈ તેનો પગ કાપી નાંખ્યો હોય. આ વીડિયો જોઈ યુઝર્સ આ યુવતીને ‘મેકઅપની જાદુગર’ કહી રહ્યાં છે. આ વીડિયો જોવા મળતી કલા કારીગરી મિમી ચોઈ નામની એક યુવતી છે. કનાડાની મિમી ચોઈ એક મેકએપ આર્ટિસ્ટ છે. તે મેકઅપ આર્ટમાં ગજબનું ટેલેન્ટ ધરાવે છે. આ વીડિયોમાં સાચા-ખોટામાં ફરક કરવો મુશ્કેલ બની રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Vastu Tips : ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
70 દિવસ પછી તેજિંદર બગ્ગા Bigg Bossના ઘરમાંથી આઉટ થયો
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Video : વિરાટ કોહલીના શર્મનાક પ્રદર્શન બાદ ડ્રેસિંગ રૂમમાં ગંભીરે કર્યું આવું
આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ ભાત ! જાણો કેમ?
Winter breakfast : શિયાળામાં સવારે નાસ્તામાં કયા ફળો ખાવા જોઈએ?

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અદ્દભુત ટેલેન્ટ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ…પહેલીવાર આ વીડિયો જોઈને હું ચોંકી ગયો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કલાકારની કલાકારીગરીને સલામ. આ વીડિયોને 14 લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે, જ્યારે 95 હજારથી વધારે લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">