Viral Video : અજીબોગરીબ ડ્રેસ પહેરી મોડલ્સે કર્યું રેમ્પવોક, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો
Twitter Viral Video: સોશિયલ મીડિયા પર હાલમાં એક અજીબોગરીબ રેમ્પવોકનો વીડિયો વાયરલ થયો છે. આ રેમ્પવોકમાં મોડલ્સ વિચિત્ર ડ્રેસ પહેરીને કેટવોક કરતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર રેમ્પવોકને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. રેમ્પવોકમાં અલગ અલગ ફેશન-સ્ટાઈલના ડ્રેસ પહેરીને કેટવોક કરવામાં આવે છે. રેમ્પવોકના વીડિયોમાં તમે જોયું જ હશે કે મોડલ્સ અલગ અલગ પ્રકારના ડ્રેસ પહેરીને કેટવોક કરતી હોય છે. વિચિત્ર પ્રકારના ડ્રેસ પહેરીને રેમ્પવોક કરતા અનેક મોડલ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ભૂતકાળમાં જોયો જ હશે. હાલમાં મિસ થાઈલેન્ડ 2022 એના સુએનગમએ મિસ યૂનિવર્સ 2023 દરમિયાન એક વિચિત્ર ડ્રેસ પહેરીને રેમ્પવોક કર્યું હતુ, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં આ મોડલ વિચિત્ર ડ્રેસ પહેરીને ફરતી જોવા મળે છે. વાયરલ વીડિયોમાં દેખાતી મોડલે જે ડ્રેસ પહેર્યો છે તે કોઈ મૌસમી ફળ જેવો ડ્રેસ પહેર્યો છે. તેનો ડ્રેસ એક ફળ જેવું લાગે છે પણ પછી જે રીતે તે એક પછી એક દોરી ખોલે છે, તેને અંતે તેનો સુંદર ડ્રેસ લોકો સામે આવે છે. તે સરસ રીતે રેમ્પવોક કરતી જોવા મળે છે.
આવા ડ્રેસ પહેલા તમે ભાગ્યે જ જોયો હશે, રેમ્પવોક પર મોડલનો આવો ડ્રેસ જોઈ પહેલા સૌ કોઈ દંગ રહી ગયા હતા. પણ અંતે તેનો સરસ મજાનો ડ્રેસ બહાર આવતા સૌ કોઈ રાજી થયા હતા. આવી અન્ય મોડલ્સ પણ વિચિત્ર ડ્રેસમાં રેમ્પવોક કરતી જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આવા વીડિયો સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
damn!!! pic.twitter.com/UEtBwJCSVJ
— Funnyman (@fun4laugh) January 10, 2023
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ફેશનના નામ પર કઈ પણ જોવા મળી રહ્યું છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,ક્રિએટિવીટીને સલામ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અદ્દભુત, વીડિયોના અંતે મજા આવી .