Shocking Viral Video : સાપની અનોખી હરકતો જોઈને લોકો મૂંઝાઈ ગયા, વીડિયો જોઈને લોકોએ કહ્યું- ઓહ તારી !
સાપ એક સરિસૃપ પ્રાણી છે અને તે જંગલોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેમના પગ નથી પરંતુ તેઓ પેટના આધારે સરકીને ચાલે છે અને અનોખી ચાલ માટે જાણીતા છે, પરંતુ આ દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જો આપણે સાપની હિલચાલ વિશે વાત કરીએ તો તે તેના ઝિગ-ઝેગ આકાર રીતે ચાલવા માટે જાણીતું છે. પરંતુ વાયરલ થઈ રહેલા આ આશ્ચર્યજનક વીડિયોમાં એક સાપ સીધો જતો જોવા મળે છે.
જો ખરી રીતે જોઈએ તો આપણી સોશિયલ મીડિયાની દૂનિયા ખરેખર ખૂબ જ અદ્ભુત છે. અહીં દરરોજ વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. જેને લોકો માત્ર જોતા નથી પરંતુ તેને મોટા પ્રમાણમાં શેર પણ કરે છે. અહીં ક્યારેક ફની તો ક્યારેક આશ્ચર્યજનક વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક શોકિંગ વીડિયો પણ જોવા મળે છે.
આ પણ વાંચો : Viral Video : હાઈવે પર ચાલતી કાર વચ્ચે પાયલોટે પ્લેનનું કર્યુ Emergency Landing, બહાદુરી જોઈ લોકોએ કરી પ્રશંસા
આ સિવાય પણ ઘણી વખત આવા વીડિયો આપણી નજર સામે આવે છે. જેને જોઈને આપણે દંગ રહી જઈએ છીએ. તાજેતરમાં પણ આવો જ એક વીડિયો ચર્ચામાં છે. આ જોયા પછી તમે ચોક્કસપણે તમારી આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં.
સાપ એક સરિસૃપ જીવ છે
જો કે સૌ કોઈ જાણે જ છે કે સાપ એક સરિસૃપ છે. જેને પગ નથી પરંતુ તે તેની અનોખી ચાલ માટે જાણીતા છે. પરંતુ થોડાં દિવસો પહેલા જે વીડિયો સામે આવ્યો છે. તેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને તમને લાગશે કે આ સાપના પગ છે. જેના આધારે તે ચાલતો એટલે કે સરકતો જોવા મળે છે. આ ક્લિપ જોયા પછી તમારા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવતા જ હશે.
અહીં જુઓ સાપનો શોકિંગ વીડિયો…….
A non slithering snake pic.twitter.com/xMHJQWaV6S
— More Crazy Clips (@MoreCrazyClips) October 14, 2023
(Credit Source : @MoreCrazyClips))
જો આપણે સાપની ચાલવાની વાત કરીએ તો તે ઝિગ-ઝેગ આકાર રીતે ચાલવા માટે જાણીતું છે. પરંતુ વાયરલ થઈ રહેલા આ શોકિંગ વીડિયોમાં એક સાપ સીધો જતો જોવા મળશે. વીડિયોમાં દેખાતા આ વિચિત્ર સાપના શરીર પર એવી પટ્ટાઓ છે કે જેને જોઈને તમારી આંખો છેતરાઈ જશે. તેને જોતા એવું લાગે છે કે આ સાપને પગ છે. જેના સહારે તે ફરતો જોવા મળે છે. આ વીડિયો X (અગાઉ ટ્વિટર) પર @MoreCrazyClips નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને 1.5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.