AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shiv Tandav Viral Video: શું તમે અદ્ભુત ‘શિવ તાંડવ’ જોયું છે? ગુજરાતનો આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ, જોઈને થઈ જશો મંત્રમુગ્ધ

જણાવવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો ગુજરાતનો છે. આ અદભૂત 'શિવ તાંડવ'નો (Shiv Tandav) વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર indianmusicsouls નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Shiv Tandav Viral Video: શું તમે અદ્ભુત 'શિવ તાંડવ' જોયું છે? ગુજરાતનો આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ, જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
Shiv Tandav On Tabla
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 4:27 PM
Share

તમે સોના કે હીરાની ખાણો તો જોઈ જ હશે, જ્યાંથી દુનિયાની સૌથી મોંઘી વસ્તુઓ બહાર આવે છે. સોશિયલ મીડિયા પણ કંઈક આવું જ છે. અહીંથી પણ કેટલાક વીડિયો સામે આવ્યા છે, જે મૂલ્યવાન છે. આવા વીડિયો જોઈને મારું દિલ ખુશ થઈ જાય છે. તમે સોશિયલ મીડિયા (Social Media) પર સિંગિંગ અને ડાન્સિંગ સાથે જોડાયેલા ઘણા વીડિયો જોયા હશે. જેમાં લોકો પોતાની ટેલેન્ટથી લોકોને ચોંકાવી દે છે.

આજકાલ આવો જ એક ચોંકાવનારો વીડિયો (Shocking Video) વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો તબલા પર ‘શિવ તાંડવ’ની (Shiv Tandav) ધૂન વગાડતા અને તેને એટલી સુંદર રીતે વગાડતા જોવા મળે છે કે લોકો તેને સાંભળીને મંત્રમુગ્ધ (Heart Touching Video) થઈ જાય છે. આ સાંભળ્યા પછી તમને એવું લાગશે કે તમે કોઈ અલગ જ દુનિયામાં ચાલ્યા ગયા છો. તેને શિવ તાંડવનું મહાન સંસ્કરણ કહી શકાય.

ભાગ્યે જ આવું સાંભળ્યું હશે કે જોયું હશે

વાસ્તવમાં, શિવ તાંડવ સ્તોત્રમ (Shiva Tandava Stotram) એ ભગવાન શિવની સ્તુતિમાં રાવણ દ્વારા લખાયેલું અને ગવાયેલું સ્તોત્ર છે, જેને લોકો પોતાની શૈલીમાં ગાતા રહે છે. અત્યારે સાવન મહિનો ચાલી રહ્યો હોવાથી અને આ મહિનાનું નામ ભગવાન શિવના નામ પરથી રાખવામાં આવ્યું છે, ત્યારે શિવ તાંડવનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે 14 લોકો મળીને એક જ સ્ટાઈલમાં તબલા વગાડીને શિવ તાંડવ પર શાનદાર પરફોર્મન્સ આપી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં શિવ તાંડવ વગડી રહ્યું છે, જેની સાથે તબલા વાદક પોતાની અદભૂત જુગલબંધીથી લોકોના દિલ જીતતા જોવા મળે છે. તબલાના તાલ પર આવું શિવ તાંડવ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે જોયું હશે.

જૂઓ Heart Touching Video….

જણાવવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો ગુજરાતનો છે. આ અદભૂત શિવ તાંડવનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર indianmusicsouls નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 11 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિભાવો પણ આપવામાં આવ્યા છે. આખું કોમેન્ટ બોક્સ ‘હર હર મહાદેવ’થી ભરેલું છે. તે જ સમયે, કોઈએ તેને ‘અદ્ભુત કલા’ ગણાવી છે, તો કોઈ કહે છે કે મને પણ શિવ તાંડવ સ્તોત્ર ખૂબ ગમે છે.

g clip-path="url(#clip0_868_265)">