AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : આકાશમાં છવાયા ભારતના ફાઈટર એરક્રાફ્ટ, અમૃત ફોર્મેશનમાં ઉડતા જગુઆરને જોઈને નહી હટાવી શકો નજર

ભારતીય વાયુસેનાના કેટલાક ફાઈટર જેટ્સે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો. જેમાં અમૃત એરક્રાફ્ટમાં 17 જગુઆરે ઉડાન ભરી, જેનો વીડિયો હાલ સામે આવ્યો છે.

Video : આકાશમાં છવાયા ભારતના ફાઈટર એરક્રાફ્ટ, અમૃત ફોર્મેશનમાં ઉડતા જગુઆરને જોઈને નહી હટાવી શકો નજર
IAF Parade on Republic Day (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 3:55 PM
Share

Republic Day 2022 : ભારતના 73મા ગણતંત્ર દિવસ નિમિતે (Republic Day)  યોજાયેલી આ પરેડ ખૂબ જ ખાસ હતી. આ દરમિયાન અત્યાર સુધીની સૌથી ભવ્ય ફ્લાય પાસ્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભારતીય વાયુસેનાના (Indian Air Force) 75 વિમાનોએ ભાગ લીધો હતો. તેમજ 17 જગુઆરોએ અમૃત ફોર્મશનમાં ભાગ લીધો હતો. તેનું નેતૃત્વ ગ્રુપ કેપ્ટન અવિનાશ સિંહ, ગૌરવ અરજરિયા, વિંગ કમાન્ડર સંદીપ જૈન, ગ્રુપ કેપ્ટન એન. પી. વર્મા, વિંગ કમાન્ડર પ્રખાર, વિંગ કમાન્ડર રોહિત રાય, વિંગ કમાન્ડર સિદ્ધાર્થ, વિંગ કમાન્ડર અંકુશ તોમર અને પવાર દ્વારા કરવામાં આવ્યુ હતુ.

આકાશમાં જોવા મળ્યો અનોખો નજારો

સાથે જ રુદ્ર ફોર્મશનનો કોકપીટનો નજારો પણ જોવા મળ્યો હતો. આ ફોર્મશનમાં 2 ધ્રુવ હેલિકોપ્ટર અને 2 ALH રુદ્ર હેલિકોપ્ટરે ભાગ લીધો હતો. આ ફોર્મશનનું નેતૃત્વ 301 આર્મી એવિએશન સ્પેશિયલ ઓપરેશન્સના કર્નલ સુદીપ્તો ચાકીએ કર્યું હતુ. આ સાથે, એક રાફેલ, બે જગુઆર, બે MiG-29 UPG, બે Su-30 MI એરક્રાફ્ટ સહિત ‘બાઝ’ રચનાના કોકપિટ વ્યૂમાં જોવા મળ્યા. આ સાત એરક્રાફ્ટે ‘એરોહેડ’ ફોર્મેશનમાં 300 મીટર AOL પર ઉડાન ભરી હતી.

જુઓ વીડિયો

પ્રથમ મહિલા રાફેલ જેટ પાયલોટ ફ્લાઇટ પરેડમાં સામેલ થયા

આ દરમિયાન, C-130J સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જે ફ્લાયપાસ્ટમાં ભાગ લેવા માટે રાજપથ તરફ જઈ રહ્યુ હતુ. વિવિધ એરક્રાફ્ટની કોકપીટ પર કેમેરા લગાવવામાં આવ્યા હતા જેથી તેઓ જોઈ શકે. ‘વનાશ’ ફોર્મશનમાં પાંચ રાફેલ ફાઇટર જેટનો સમાવેશ થતો હતો, જેણે એરોહેડ ફોર્મશનમાં ઉડાન ભરી હતી. દેશની પ્રથમ મહિલા રાફેલ જેટ પાયલોટ ફ્લાઇટ લેફ્ટનન્ટ શિવાંગી સિંહ પણ પરેડમાં સામેલ થયા હતા. IAFની ઝાંખીનો ભાગ બનનાર તે બીજી મહિલા ફાઈટર જેટ પાઈલટ છે.

આ પણ વાંચો : Republic Day 2022 : પરેડમાં સામેલ ઊંટની ટુકડી બની આકર્ષણનુ કેન્દ્ર, જાણો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલી આ ટુકડી વિશે

g clip-path="url(#clip0_868_265)">