Valentine’s Day પહેલા ઉંદરે તેની ગર્લફેન્ડ માટે કરી નેકલેસની ચોરી ! Video જોઈ હસીને લોથપોથ થઈ જશો

|

Feb 08, 2023 | 1:06 PM

Diamond Necklace: કેરળમાં એક ઉંદરે એવું કામ કર્યું છે કે આ મામલો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. આ ઉંદરે જ્વેલરીના શોરૂમમાંથી હીરાનો હાર ચોર્યો છે.

Valentines Day પહેલા ઉંદરે તેની ગર્લફેન્ડ માટે કરી નેકલેસની ચોરી ! Video જોઈ હસીને લોથપોથ થઈ જશો
ઉંદરે સેકન્ડમાં કરી હિરાના હારની ચોરી,
Image Credit source: Twitter

Follow us on

વેલેન્ટાઈન ડેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. લોકો તેની ગર્લફેન્ડને ખુશ કરવા માટે અવનવી રીતો અપનાવી રહ્યા છે. તેમજ લોકો મોંધી મોંધી ગિફટો પણ ખરીદી રહ્યા છે. ત્યારે ભાઈ વેલેન્ટાઈન ડે પર ઉંદર પણ કેમ પાછળ રહે આખરે તેણે પર વેલેન્ટાઈન ડેની તૈયારી કરી લીધી છે. એક ઉંદરે જેવેલરીના શો રુમમાંથી લાખો રુપિયાના હિરાની ચોરી કરી છે. આ વીડિયો જોઈ તમે હસીને લોથપોથ થઈ જશો.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઉંદરો બહુ તોફાની હોય છે. જો તેઓ બોલે છે, તો તેઓ ઘણું નુકસાન કરે છે. તેથી જ લોકો તેનાથી છુટકારો મેળવવા માટે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરે છે. પણ ભાઈ…. ઉંદરોનો આતંક એટલો જોરદાર છે કે તેઓ સમાચારનો હિસ્સો બની જાય છે. અમુક જગ્યા પર ઉંદરો દારૂ પીવે છે, કોઈ જગ્યા પર ઉંદરો ગાંજાનો નિકાલ કરે છો ત્યારે કેરળમાં એક ઉંદરે એવું કામ કર્યું છે કે મામલો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ ઉંદરે જ્વેલરીના શોરૂમમાંથી હીરાનો હાર ચોર્યો છે. પુરાવા તરીકે, CCTV ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં તમે સ્પષ્ટપણે ઉંદરનું કૃત્ય જોઈ શકો છો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ઉંદરની નેકલેસ ચોરવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કેસ કેરળના કાસરગોડ સ્થિત ‘કિસ્ના જ્વેલરી’ના શોરૂમ સાથે સંબંધિત છે, જેમાં ઘણા નેકલેસ શો પીસમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ એક દિવસ જ્યારે હાર ઓછો જોવા મળ્યો ત્યારે પહેલા તો કોઈએ હારચોર્યા હોવાની આશંકા હતી. પરંતુ જ્યારે સીસીટીવી તપાસવામાં આવતા તે ઉંદરનું કામ હોવાનું જાણવા મળ્યું હતું. ઉંદરની નેકલેસ ચોરવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા છે.

ગર્લફ્રેન્ડ  માટે નેકલેસ ચોરી કરી

આ વિડિયો IPS અધિકારી રાજેશ હિંગણકર (@RajeshHinganka2) દ્વારા 28 જાન્યુઆરીએ પોસ્ટ કરવામાં આવ્યો હતો, અને લખ્યું હતું – અબ યે ઉંદર હીરા કા નેકલેસ કિસકે લે ગયા હોગા,કેટલાક યુઝર્સે કહ્યું કે તેણે તેની ગર્લફ્રેન્ડ  માટે નેકલેસ ચોરી કરી તો કોઈએ લખ્યું ગજબ છે ઉંદર,આ ઘટનાનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે અને યુઝર્સ વીડિયો જોઈને અવનવી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

Next Article