મુછે તાવ, આંખોમાં ખુમારી અને લોક ડાયરામાં જનતાને ડોલાવનારા રાજભા ગઢવીની આંખો કેમ અનરાધાર ઉભરાઈ ! જુઓ વીડિયો

|

Mar 11, 2024 | 2:59 PM

કહેવાય છે કે અમુક પરિસ્થિતિ ગમે તેવા કઠણ હૃદયના માણસને પણ પિગળાવી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ રાજભા ગઢવીની. એક પ્રસંગમાં રાજભા ગઢવીની હાજરી અને એ ક્ષણે તેમને ભાવુક બનાવી દીધા. જાણો રાજભા ગઢવી કેમ થયા ભાવુક? જુઓ વીડિયો.

મુછે તાવ, આંખોમાં ખુમારી અને લોક ડાયરામાં જનતાને ડોલાવનારા રાજભા ગઢવીની આંખો કેમ અનરાધાર ઉભરાઈ ! જુઓ વીડિયો
Rajbha Gadhvi cried video

Follow us on

જૂનાગઢના આવેલા રાજપરા ગામમાં ચારણ સમાજે દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. સમૂહ લગ્ન મહોત્સવનો પુરેપુરો ખર્ચો આપણા જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ઉપાડ્યો હતો. રાજભા ગઢવીએ આ સમુહ લગ્નમાં દરેક દીકરીઓને કરિયાવરમાં એક ગીર ગાય ભેટ આપી છે.

હિન્દુ લગ્નના દરેક રીત-રિવાજોએ કોઈને કોઈ પરંપરા સાથે જોડાયેલા છે. લગ્ન દરમિયાન ઘણા પ્રસંગો એવા આવે છે જે આપણને ભાવુક કરી દેતા હોય છે. પછી એ દીકરીના લગ્નની કંકોત્રી લખાતી હોય કે પછી પીઠી અથવા વિદાયની ઘડી હોય. આ ક્ષણો કોઈ પણને ઢંઢોળીને રાખી દે છે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

નાના બાળકની જેમ રડ્યા રાજભા ગઢવી

વાત કરીએ રાજભા ગઢવીની તો તે પણ દીકરીના વિદાય પ્રસંગે રડતા જોવા મળ્યા હતા. ત્યારે આપણને એવું લાગે કે જે માણસ સપાકરા ગાઈને શૌર્ય રંગ ચડાવી દે છે, તે દીકરીના વિદાય પ્રસંગે નાના બાળકની જેમ રડતા જોવા મળ્યા હતા.

વિસાવદર તાલુકાના રાજપરા ગામમાં 19 સમૂહ લગ્નનું આયોજન થયું હતું. આ સમુહ લગ્નમાં ચારણ સમાજની દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નના મહોત્સવમાં રાજભા ગઢવીએ પુરેપુરો ખર્ચો ઉઠાવ્યો હતો. તેમને દરેક 19 દીકરીઓને કરિયાવરમાં એક ગીર ગાય ભેટ આપી હતી. આ ગીર ગાયનું મહત્વ પણ રાજભા ગઢવીએ સમજાવ્યું હતું.

જુઓ રાજભા ગઢવીનો ભાવુક વીડિયો

રાજભાએ દીકરીઓને કરિયાવરમાં ગીર ગાય આપી હતી અને તેના વિશે મહત્વ સમજાવ્યું હતું. ઘરમાં દેશી ગીર ગાય હોવી જરૂરી છે. ગાયનું પંચગવ્યનું શું મહત્વ છે તે સમજવ્યું હતું. આજના સમયમાં લોકો પોતાનો ઇતિહાસ ભૂલી રહ્યા છે. આપણા સમાજમાં પહેલા પણ કરિયાવરમાં ગાયો આપવાનો રિવાજ હતો.

ત્યારે આ પરંપરા અને રીત-રિવાજોને લોકો આજે ભૂલી રહ્યા છે. રાજભા ગઢવીએ કહ્યું કે, ફટાકડા ફોડવાની સાથે થતો ખર્ચો જરૂરી છે પણ આ પરંપરાને રીત-રિવાજોને લોકો જાળવતા થાય તો આજના સમયમાં ખૂબ રૂડો અવસર કહી શકાય.

Next Article