પંજાબના સીએમની રેલીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા શિક્ષક પદના ઉમેદવારો પર પોલીસની બર્બરતા, વીડિયો વાયરલ

B.Ed TET પાસ થયેલા ઉમેદવારો જે નોકરી મેળવવામાં અસમર્થ છે તેઓ મુખ્યમંત્રીની રેલીના સ્થળે એકઠા થયા હતા. વિરોધ કરી રહેલા શિક્ષકો પર હિંસક કાર્યવાહીના વીડિયો અને ફોટા હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે.

પંજાબના સીએમની રેલીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા શિક્ષક પદના ઉમેદવારો પર પોલીસની બર્બરતા, વીડિયો વાયરલ
Police crackdown on candidates for the post of teacher in Punjab
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 2:48 PM

કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા(Priyanka Gandhi Vadra)ના ઉત્તર પ્રદેશમાં મહિલા-કેન્દ્રિત અભિયાન “લડકી હું લડ સકતી હું” ને બુધવારે તેમના જ પક્ષ દ્વારા શાસિત રાજ્યમાં પડકારનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં પંજાબના સંગરુરમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની(CM Charanjit Singh Channi)ની રેલી દરમિયાન પોલીસે નોકરીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા મહિલાઓ સહિત તમામ શિક્ષકોને જીપમાં બેસાડી ખેંચીને લઈ ગયા હતા. આ દરમિયાન પોલીસ પર મહિલાઓ સાથે મારપીટ અને અભદ્રતાનો પણ આરોપ છે.

નોકરી મેળવવામાં અસમર્થ હજારો B.Ed TET પાસ થયેલા ઉમેદવારો, મુખ્યમંત્રીની રેલીના સ્થળે એકઠા થયા હતા. આ દરમિયાન તેઓએ ચરનજીત ચન્ની વિરૂદ્ધ અને પંજાબ સરકાર વિરૂદ્ધ નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ પછી પોલીસે તેમને પકડવાની કોશિશ કરી અને તેમના ચહેરા પર કપડા વડે દબાવ્યું હતું. વિરોધ કરી રહેલા શિક્ષકો પર હિંસક કાર્યવાહીના વીડિયો અને ફોટા હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

નારા લગાવતા મહિલા વિરોધકર્તાના ચહેરા પર એક મહિલા અધિકારી દ્વારા કપડું ઢાંકેલું જોવા મળ્યું હતું. આ પછી, મહિલાને અન્ય કેટલાક પ્રદર્શનકારીઓ સાથે બળજબરીથી પોલીસ બસની અંદર લાવવામાં આવી હતી. એક મહિલા પોલીસકર્મી તેને અંદર ખેંચીને બારી બંધ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી.આ દરમિયાન મહિલા સતત કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવતી જોવા મળે છે. જે બાદ બસ તેમની સાથે રવાના થઈ હતી.

રેલીમાં વિરોધ કરી રહેલા લોકોએ મુખ્યમંત્રીના સમર્થકોને ઘેરી લીધા હતા. તેમાંથી એકે સરકારની ટીકા કરવાનું બંધ કરવા માટે પ્રદર્શનકારીનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કર્યો. જે બાદ તેને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા. તેની પાછળના અન્ય લોકોએ વિરોધીઓને ગળાથી પકડીને બહાર કાઢ્યા હતા. આ પૈકીના એક યુવકને ટ્રકમાં બેસાડી ત્યાંથી લઈ જવાયો હતો. પત્રકારો અને અન્ય લોકો આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી હતી.

એક વીડિયોમાં ત્રણ પોલીસકર્મીઓ એક વ્યક્તિને જમીન પર પછાડીને તેની છાતી પર ઘૂંટણિયે પડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. વીડિયોના અંતમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની તેમનું સંબોધન કરવા સ્ટેજ પર જતા જોઈ શકાય છે. હકીકતમાં, તેઓ “ઔદ્યોગિક અને રોજગાર ક્ષેત્રને પ્રોત્સાહન આપવા” ફેક્ટરીનો શિલાન્યાસ કરવા માટે સંગરુરમાં હતા. બાદમાં, રેલીના ફોટા શેર કરતા, મુખ્યમંત્રીએ ટ્વિટર પર લખ્યું, “લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે એક ક્લિંકર ગ્રાઇન્ડીંગ યુનિટ સ્થાપિત કરવામાં આવશે અને તે આપણા રાજ્યના યુવાનોને રોજગારીની તકો પ્રદાન કરશે.”

આ પહેલીવાર નથી જ્યારે સીએમ ચન્નીને વિરોધીઓથી બચાવવાના પંજાબ પોલીસ(Panjab Police)ના પ્રયાસોની ટીકા થઈ હોય. આ મહિનાની શરૂઆતમાં, એક વિચિત્ર ફરમાનમાં, પંજાબ પોલીસે તેના અધિકારીઓને લાઉડસ્પીકર પર ભજન અને ધાર્મિક ગીતો વગાડવાનું કહ્યું હતું જેથી કરીને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની હાજરીમાં વિરોધ કરનારાઓનો અવાજ તેમના સુધી ન પહોંચે. નિર્દેશની ભારે ટીકા બાદ, અધિકારીઓએ “કારકુની ભૂલ” દર્શાવીને નિર્દેશ પાછો ખેંચી લીધો.

આ પણ વાંચો: કોણ છે સુભાષ પાલેકર, જેમણે સૌથી પહેલા આપ્યો ઝીરો બજેટ કુદરતી ખેતીનો મંત્ર ?

આ પણ વાંચો: Technology: WhatsApp એ દેશના 500 ગામને લીધા દત્તક, જાણો શું છે તેનું કારણ ?

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">