વ્યક્તિએ બનાવી દૂધ અને ચોકલેટની મેગી, વીડિયો જોઈને લોકોના હોશ ઉડ્યા
આજકાલ લોકો મેગી સાથે પણ વિચિત્ર પ્રયોગો કરી રહ્યા છે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક વ્યક્તિ દૂધ અને ચોકલેટથી મેગી બનાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો પાગલ થઈ ગયા છે.

મેગી એક એવું ઇન્સ્ટન્ટ ફૂડ છે, જે હવે દરેક ઘરમાં બાળકો અને મોટા લોકોનું ફેવરિટ બની ગયું છે. ખાસ કરીને જે છોકરાઓ અને છોકરીઓ ઘરથી દૂર શહેરમાં એકલા રહે છે તેમના માટે મેગી ‘વરદાન’ સમાન છે. જ્યારે તે લોકોને ભૂખ લાગે ત્યારે મેગી બનાવીને ખાઈ લે છે. મેગી ઝડપીથી તૈયાર થાય છે તેના લીધે તેને વધારે પ્રિફર કરે છે.
મેગીને બે મિનિટમાં તૈયાર કરી શકાય તેવો ખોરાક માનવામાં આવે છે. આજકાલ મેગી સાથે પણ વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. કેટલાક પ્રયોગો ખૂબ જ આશ્ચર્યજનક પણ છે. મેગીના પ્રયોગનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા છે.
લોકોના મગજ ભમ્યા
સામાન્ય રીતે જોઈએ તો મેગી માત્ર પાણીથી જ બનાવવામાં આવે છે, પરંતુ આ વીડિયોમાં એક વ્યક્તિ દૂધ અને ચોકલેટ નાખીને મેગી બનાવતો જોવા મળે છે. તેમના આ વિચિત્ર પ્રયોગે લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ પહેલા ગેસના ચૂલા પર વાસણ રાખે છે અને પછી તેમાં મેગી નાખે છે.
આ પછી તે મેગી પર એક ચમચી ચોકલેટ નાખે છે અને પછી વાસણમાં થોડુંક દૂધ પણ ઉમેરે છે. બસ પછી તે ગેસ ચાલુ કરે છે અને મેગી દૂધમાં ઉકળવા લાગે છે. હવે આને ખાસ કહો કે વિચિત્ર મેગી કેવી રીતે બની હશે તે તો બનાવનાર વ્યક્તિ જ જાણે છે, પરંતુ આ જોઈને લોકોના મન ચોક્કસ ભમી ગયા હશે.
જુઓ વિચિત્ર ફૂડનો વીડિયો………..
View this post on Instagram
(Credit source : rajat.write)
આ વિચિત્ર ફૂડ એક્સપેરિમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર rajat.write નામના અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને તેમાં ફની રીતે લખવામાં આવ્યું છે કે આ જોયા પછી મારે શું કરવું જોઈએ, શું મારે મેગી ખાવાનું બંધ કરી દેવુ જોઈએ? આ વીડિયોને સમાચાર લખાઈ છે ત્યાં સુધીમાં 87 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેમજ સેંકડો યુઝર્સે વીડિયોને લાઈક પણ કર્યો છે.
તે જ સમયે વીડિયો જોયા પછી યુઝર્સે વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ ફૂડ કોડનું ઉલ્લંઘન છે. આવા લોકોને મદદની જરૂર છે’, જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું છે કે, ‘જે પણ કહો, પરંતુ તે સ્વાદિષ્ટ લાગશે’.
Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.
ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
