AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: હોટલમાં આવ્યું ભયાનક તોફાન, લોકો દડાની જેમ હવામાં ઉડ્યા, ભયાનક વીડિયો આવ્યો સામે

આ વીડિયોમાં તોફાનનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તોફાનથી બચવા લોકો પોલ પકડીને ઉભા છે. પવન એટલો જોરદાર ફૂંકાઈ રહ્યો છે કે સંભાળ લીધા પછી પણ લોકો ઉડી રહ્યા છે.

Viral Video: હોટલમાં આવ્યું ભયાનક તોફાન, લોકો દડાની જેમ હવામાં ઉડ્યા, ભયાનક વીડિયો આવ્યો સામે
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 11:09 AM
Share

ભારતના ઘણા રાજ્યોમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાએ મોટી સંખ્યામાં લોકોના જનજીવનને અસર કરી છે. આ તોફાનના કારણે દેશના અનેક ભાગોમાં ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ જ્યાં બિપરજોય વાવાઝોડાએ ઘણા લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર આ દિવસોમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં આ વીડિયોમાં તોફાનનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તોફાનથી બચવા લોકો છત પકડીને ઉભા છે. પવન એટલો જોરદાર ફૂંકાઈ રહ્યો છે કે લોકો પોતાની જાતને સંભાળી તેમ છતા પણ હવામાં ઉડી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video: રસ્તા પર મહિલાનો હાઈ-વોલ્ટેજ ડ્રામા, પોલીસ સ્ટેશનની સામે ઉડાવી 500ની નોટો

વાયરલ થઈ રહેલો આ વીડિયો કોઈ રેસ્ટોરન્ટનો લાગી રહ્યો છે, જ્યાં અચાનક વાવાઝોડું આવતાં જમવા આવેલા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રેસ્ટોરન્ટમાં ખૂબ જ ઝડપથી તોફાન આવી રહ્યું છે, જે ખુરશીઓ અને ટેબલોને પણ ઉડાવી રહ્યું છે. વાવાઝોડાના વિનાશથી બચવા માટે કેટલાક લોકો પોલ પકડી રહ્યા છે. જો કે પવન એટલો ઝડપથી ફૂંકાઈ રહ્યો છે કે જે પોલ પર લોકોએ પોતાનો સહારો બનાવ્યો હતો તે જ પોલ જોરદાર પવનને કારણે ઉડી ગયો હતો.

હવામાં ઉછળ્યા લોકો

પોલ ઉડતાની સાથે જ તેને પકડીને ઉભેલા કેટલાક લોકો પણ હવામાં ઉછળ્યા હતા. કેટલાક લોકો યોગ્ય સમયે પોલ છોડી દીધો હતો. જ્યારે કેટલાક લોકોએ પોલ સાથે હવામાં ઉછળ્યા બાદ કૂદકો માર્યો હતો. એક વ્યક્તિને હવામાંથી જમીન પર પડતા પણ જોઈ શકાય છે. આ દ્રશ્ય ખૂબ જ ભયાનક છે. સમગ્ર રેસ્ટોરન્ટનું સેટિંગ બગડી ગયું છે. લોકો દરેક ખૂણે ઉભા છે અને આ જીવલેણ તોફાન અટકવાની રાહ જોઈ રહ્યા છે.

આ વીડિયોને 3 લાખથી વધુ લોકોએ જોયો છે

આ વીડિયોને ટ્વિટર યુઝર @el_karadepapa દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ ઘટના ક્યાંથી બની તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, આ વીડિયોને ચક્રવાત બિપરજોય સાથે કોઈ સંબંધ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">