Shocking Video: પ્લેનમાં મહિલાનું આવું કૃત્ય જોઈ લોકો થયા ગુસ્સે, કહ્યું આ ગુનાહિત પ્રવૃત્તિ છે

|

Jun 23, 2022 | 12:54 PM

Flight Viral Video: વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મહિલા પેસેન્જર પ્લેનની (Flight) અંદર વિન્ડો સીટ સુધી પહોંચવા માટે પેસેન્જરની ખુરશી પર પગ રાખીને ત્યાં પહોંચતી જોવા મળે છે. હવે આ વીડિયો જોયા બાદ નેટીઝન્સ ખૂબ જ ગુસ્સે છે.

Shocking Video: પ્લેનમાં મહિલાનું આવું કૃત્ય જોઈ લોકો થયા ગુસ્સે, કહ્યું આ ગુનાહિત પ્રવૃત્તિ છે
woman jumps over passengers inside the plane

Follow us on

કલ્પના કરો કે તમે ફ્લાઈટમાં (Flight) મુસાફરી કરી રહ્યા છો અને અચાનક કોઈ પેસેન્જર તમારી ઉપર કૂદીને બીજી સીટ પર પહોંચે છે, તો તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હશે? સ્વાભાવિક છે કે તે મુસાફરનું (Passenger) વર્તન જોઈને તમે ચોંકી જશો. આ દિવસોમાં એક એવો જ અજીબો ગરીબ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા પેસેન્જર મિડલ ફ્લાઈટમાં વિન્ડો સીટ (Window Seat) પર જવા માટે પેસેન્જર્સ પર કૂદી પડે છે. હવે આ વીડિયો જોઈને નેટીઝન્સ ખૂબ જ ગુસ્સામાં છે. લોકો કહે છે કે પ્લેનમાં અસંસ્કારી મુસાફરો સાથે મુસાફરી કરવાનો આ ચોક્કસપણે સૌથી ખરાબ કેસ છે.

તમે ભીડભાડવાળી ટ્રેનોમાં જોયું હશે કે લોકો ક્યારેક સ્પાઈડરમેનની જેમ ચઢીને દરવાજા સુધી પહોંચે છે અને કોઈક રીતે ત્યાં પહોંચી જાય છે, પરંતુ જો પ્લેનમાં પણ આવું જ કંઈક જોવા મળે તો શું થશે. જો તમને અમારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા પેસેન્જર પ્લેટની અંદરની વિન્ડો સીટ સુધી પહોંચવા માટે તેના પગ ઓળંગીને પેસેન્જરની ખુરશી સુધી પહોંચે છે. આ દરમિયાન અન્ય એક મુસાફરે મહિલાની આ વિચિત્ર હરકતને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધી. હવે આ વીડિયો જોયા બાદ લોકો મહિલાને તેના અસંસ્કારી વર્તન માટે ઉગ્ર શબ્દોમાં કોસી રહ્યા છે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અહીં જૂઓ મહિલાનો વીડિયો….

બ્રાન્ડોન નામના ટ્વિટર યુઝરે આ વીડિયો શૂટ કર્યો છે. માઈક્રો-બ્લોગિંગ સાઈટ પર શેર કરતાં તેણે લખ્યું, ‘મેં પ્લેનમાં જોયેલી સૌથી ગુનાહિત પ્રવૃત્તિ. આ મહિલા સમગ્ર 7 કલાકની ફ્લાઈટ દરમિયાન અન્ય મુસાફરો પર ચઢી રહી હતી.’ જો સ્ત્રી ઇચ્છતી હોય, તો તે તેને ઉભા થવા અને રસ્તો આપવા માટે કહી શકતી હતી. પરંતુ આ પૂછવું જરૂરી ન હતું અને તમે જોઈ શકો છો કે તે કેવી રીતે વિન્ડો સીટ પર જાય છે.

માત્ર 19 સેકન્ડની આ ક્લિપ જોયા બાદ નેટીઝન્સ પણ ખૂબ જ ઉશ્કેરાયા છે. મોટાભાગના લોકોએ મહિલા પેસેન્જરના અસભ્ય વર્તન વિશે ઘણું સાંભળાવ્યું છે. એકંદરે આ વીડિયો જોયા પછી મોટાભાગના લોકો ગુસ્સે છે.

Published On - 12:52 pm, Thu, 23 June 22

Next Article