Viral Story: IAS અધિકારીએ ખોલી પટના યુનિવર્સિટીના ‘અંગ્રેજી’ની પોલ, ટ્વીટ વાયરલ થતાં જ થઈ બબાલ

બિહારના એક IAS અધિકારીએ (IAS Officer) તેમના ટ્વિટર પર પટના યુનિવર્સિટીના (Patna University) રસાયણ વિભાગ દ્વારા જારી કરાયેલો એક પરિપત્ર શેયર કર્યો છે, જેમાં તેણે અંગ્રેજીની ભૂલોને ચિહ્નિત કરી છે.

Viral Story: IAS અધિકારીએ ખોલી પટના યુનિવર્સિટીના 'અંગ્રેજી'ની પોલ, ટ્વીટ વાયરલ થતાં જ થઈ બબાલ
Patna University
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 9:17 AM

બિહારમાં (Bihar) શિક્ષણ પ્રણાલી કયા સ્તરે છે, તમે આનાથી વાકેફ હશો. શિક્ષણની બાબતમાં જો ભારતના સૌથી પછાત રાજ્યોની વાત કરીએ તો બિહારનું નામ ચોક્કસપણે ટોચ પર આવે છે. જો કે દર વર્ષે સેંકડો બિહારી વિદ્યાર્થીઓ IIT થી UPSC જેવી મુશ્કેલ પરીક્ષાઓમાં સફળ થાય છે, આ સિવાય બિહારના વિદ્યાર્થીઓએ દેશના અનેક સરકારી અને બિન-સરકારી વિભાગોમાં ટોચના સ્થાન પર પ્રભુત્વ જમાવ્યું છે, પરંતુ તેમ છતાં અહીંનું શિક્ષણ સિસ્ટમ ખૂબ નબળી છે.

બિહારના એક IAS અધિકારીએ (IAS Officer) પણ તેની પોલ ખુલ્લી પાડી દીધી છે. તેણે પોતાના ટ્વિટર પર પટના યુનિવર્સિટીના (Patna University) રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા જારી કરાયેલો એક પરિપત્ર શેયર કર્યો છે. જેમાં તેણે અંગ્રેજીની ભૂલોને માર્ક કરી છે. હવે તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?

જૂઓ વાયરલ ફોટો…

ખરેખર, પટના યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર અંગ્રેજીમાં છે, પરંતુ તેમાં વ્યાકરણ અને વાક્યરચનાની ઘણી ભૂલો છે. જેના કારણે લોકો યુનિવર્સિટી પર જ સવાલ ઉઠાવવા લાગ્યા છે કે આખરે બિહારની શિક્ષણ વ્યવસ્થા શું છે, કોલેજોમાં પ્રોફેસરો કેવા છે, જેઓ અંગ્રેજીમાં પરિપત્ર પણ બરાબર લખી શકતા નથી.

ભૂલો ધરાવતો આ પરિપત્ર HOD ડૉ. બીના રાની દ્વારા 10 જૂનના રોજ જારી કરવામાં આવ્યો હતો. જેમાં પટના યુનિવર્સિટીના સંશોધન વિદ્યાર્થીઓને રોજિંદા હાજરી રજિસ્ટરમાં તેમની હાજરી દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જો તેઓ નોંધણી નહીં કરે, તો તેઓ તે દિવસ માટે ગેરહાજર ગણાશે.

આ ભૂલ ધરાવતો પરિપત્ર IAS અધિકારી સંજય કુમાર દ્વારા શેયર કરવામાં આવ્યો છે અને તેમાં લખ્યું છે કે ‘આ પટના યુનિવર્સિટીના વિભાગના વડા દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ છે. તેમાં વપરાતું વ્યાકરણ અને વાક્યરચના એક પ્રોફેસર માટે શરમજનક છે. બેદરકારી હોય કે અસમર્થતા, તે આપણા ઉચ્ચ શિક્ષણની સ્થિતિ જણાવે છે. તેમણે આ ટ્વીટમાં બિહારના શિક્ષણ મંત્રી વિજય કુમાર ચૌધરીની સાથે શિક્ષણ વિભાગ અને અધિક મુખ્ય સચિવ દીપક કુમાર સિંહને પણ ટેગ કર્યા છે.

જો કે, ટ્વીટ વાયરલ થયા પછી, યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા જૂની નોટિસને હટાવી દેવામાં આવી હતી અને નવી નોટિસ જારી કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે જૂની નોટિસમાં typo/clerical ભૂલો હતી, તેથી તેને દૂર કરવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">