વિમાન કે રિક્ષા ? એરપોર્ટ પર મુસાફરોએ પ્લનને માર્યો ધક્કો, શોકિંગ વીડિયો થયો વાયરલ

આજકાલ એક એરપોર્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક મુસાફરો પ્લેનને ધક્કો મારતા જોવા મળી રહ્યા છે.

વિમાન કે રિક્ષા ? એરપોર્ટ પર મુસાફરોએ પ્લનને માર્યો ધક્કો, શોકિંગ વીડિયો થયો વાયરલ
Nepal Airport

Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ ઘણા વીડિયો ખુબ રસપ્રદ હોય છે. જેને જોઈને લોકો પણ વિચારમાં પડી જાય છે. આજ સુધી તમે લોકોને ટુ વ્હીલર Two wheeler) અને ફોર વ્હીલરને ધક્કો મારતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને વિમાનને (Plane) ધક્કો મારતા જોયા છે ? આવો જ એક વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો નેપાળના બાજુરા એરપોર્ટનો છે.

મળતા અહેવાલો અનુસાર, બુધવારે કોલટીના બાજુરા એરપોર્ટ પર એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. અહીં મુસાફરો રનવે પર ઉભેલા પ્લેનને ધક્કો મારતા જોવા મળ્યા હતા. તારા એરલાઇન્સનું (Tara Airlines) આ પ્લેન બાજુરા એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું, પરંતુ જ્યારે તે રનવેથી ટેક્સી વે તરફ જતું હતું ત્યારે અચાનક પ્લેનના લેન્ડિંગ ગિયરનું ટાયર ફાટ્યું હતું. જેના કારણે મુસાફરોએ પ્લેનને ધક્કો મારવાનો વારો આવ્યો.

જુઓ વીડિયો

વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

એરપોર્ટ ઓથોરિટીએ લોકોની મદદથી રનવે પર ઉભેલા પ્લેનને હટાવવાનો નિર્ણય લીધો હતો. આ પછી એરપોર્ટ સ્ટાફ અને મુસાફરોએ મળીને તારા એરના 9N AVE એરક્રાફ્ટને (Aircraft) રનવે પરથી પાર્કિંગ લોટ સુધી ધકેલી દીધું. જે બાદ રનવે ખાલી કરવામાં આવ્યો હતો.આ એરપોર્ટનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @PLA_samrat નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે,આજે ખબર પડી કે પ્લેનને પણ ધક્કો મારવો પડે….જ્યારે અન્ય એક યુઝરે(User) લખ્યુ કે,મુસાફરોએ ધક્કો મારવા માટે ટિકિટ લીધી છે ?

આ પણ વાંચો : ભાજપની બેવડી નિતી : ચારધામ ‘અધિગ્રહણ’નો પ્રયાસ ભાજપના જ આ અભિયાન સાથે બંધબેસતો નથી

આ પણ વાંચો : Electricity Amendment Bill 2021: કાયદો બનશે તો તમારું શું થશે, જાણો વિજળી સંબંધિત આ બિલની 3 ખાસ વાતો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati